મહાનગરપાલિકા@ગુજરાત: સુરત-રાજકોટ-જામનગરમાં જાણો કોણ બન્યું મેયર ?

ટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મહાનગરપાલિકાઓની ચૂંટણી પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા અમદાવાદ, વડોદરા અને ભાવનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે રાજકોટ, સુરત અને જામનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આજે
 
મહાનગરપાલિકા@ગુજરાત: સુરત-રાજકોટ-જામનગરમાં જાણો કોણ બન્યું મેયર ?

ટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહાનગરપાલિકાઓની ચૂંટણી પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા અમદાવાદ, વડોદરા અને ભાવનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે રાજકોટ, સુરત અને જામનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવની પસંદગી કરવામાં આવી છે. જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી તો સુરતમાં મેયર પદે હેમાલીબેન બોગવાળાની પસંદગી કરવામાં આવી છે. નોંધનિય છે કે, અગાઉ અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદમાં બાકી રહેલ ત્રણ મહાનગરપાલિકાના મેયરના નામો જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન:

  • મેયર: પ્રદીપ ડવ
  • ડે. મેયર: દર્શિતા શાહ
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: પુષ્કર પટેલ
  • દંડક: વિનુભાઇ ધવા
  • દંડક: સુરેન્દ્રસિંહ વાળા

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

  • મેયર: બીનાબેન કોઠારી
  • ડે. મેયર: તપન પરમાર
  • દંડક: કેતન ગોસરાની
  • શાસકપક્ષ નેતા: કુસુમબેન પંડ્યા
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મનીષ કટારીયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

  • મેયર: હેમાલી બોગવાળા
  • ડે.મેયર: દિનેશ જોધાની
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: પરેશ પટેલ
  • શાસક નેતા: અમિત રાજપૂત
  • દંડક: રાકેશ માલી