પાલિકા@ડીસા: પાર્ક ખુલ્લો મુકવાની બાંહેધરી, “આપ”ના ઉપવાસ સમેટાયા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસાના નાનજી દેશમુખ પાર્કને ચાલુ કરાવવા આમ આદમી પાર્ટી મેદાને આવી હતી. આજથી બે દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા કાર્યકરોની જીત થઇ છે. પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીએ ગાર્ડન ટુ઼ક સમયમાં ખુલ્લો કરવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપી તમામને પારણાં કરાવ્યા હતા. નોંધનિય છે કે, આમ આદમી પાર્ટી દ્રારા પાલિકાના સત્તાધિશોને વારંવાર
 
પાલિકા@ડીસા: પાર્ક ખુલ્લો મુકવાની બાંહેધરી, “આપ”ના ઉપવાસ સમેટાયા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસાના નાનજી દેશમુખ પાર્કને ચાલુ કરાવવા આમ આદમી પાર્ટી મેદાને આવી હતી. આજથી બે દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા કાર્યકરોની જીત થઇ છે. પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીએ ગાર્ડન ટુ઼ક સમયમાં ખુલ્લો કરવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપી તમામને પારણાં કરાવ્યા હતા. નોંધનિય છે કે, આમ આદમી પાર્ટી દ્રારા પાલિકાના સત્તાધિશોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ યોગ્ય ઉકેલ નહિ આવતાં મામલો ગરમાયો હતો. જેને લઇ આજે પાર્ટીના કાર્યકરો પાલિકા કંમ્પાઉન્ડમાં જ બે દિવસના પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા હતા.

પાલિકા@ડીસા: પાર્ક ખુલ્લો મુકવાની બાંહેધરી, “આપ”ના ઉપવાસ સમેટાયા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલિકા@ડીસા: પાર્ક ખુલ્લો મુકવાની બાંહેધરી, “આપ”ના ઉપવાસ સમેટાયા

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને જાહેર જનતા માટે ટુંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે તેવું ખુદ પાલિકા પ્રમુખે લેખિતમાં બાંહેધરી આપી છે. ડીસા પાલિકા દ્રારા બે વર્ષ અગાઉ બે કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યુ હતુ. જોકે અગમ્ય કારણોસર તેને કોન્ટ્રાક્ટર દ્રારા બંધ કરી દેવામાં આવ્યુ હોવાનું ગત દિવસોએ સામે આવ્યુ હતુ. જેને લઇ આમ આદમી પાર્ટી 20થી વધુ કાર્યકરો બે દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા. જોકે પાલિકા પ્રમુખે તેમને મળી પાર્ક ટુંક સમયમાં ખુલ્લો મુકવાની લેખિતમાં બાંહેધરી આપતા મામલો હાલ પુરતો સમેટાયો છે.