પાલિકા@ડીસા: ધારાસભ્યથી પ્રમુખ પ્રભાવિત, વહીવટથી કોર્પોરેટરો નારાજ

અટલ સમાચાર, મહેસાણા ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકોની નારાજગીમાં પ્રમુખની ભુમિકા સવાલો વચ્ચે છે. જેમાં પ્રમુખ સ્થાનિક ધારાસભ્યથી ખુબ જ પ્રભાવિત હોઇ એકપણ સૂચનોને અવગણતા નથી. બંને વચ્ચેના તાલમેલમાં કેટલીક બાબતોને લઇ ભાજપી નગરસેવકો અત્યંત નારાજ બન્યા હોઇ વહીવટ સામે સવાલો ઉભા થયા છે. મહિલા પ્રમુખના પતિ અને ધારાસભ્ય વચ્ચે સુમેળભર્યા સંબંધોને કારણે અનેક વોર્ડમાં
 
પાલિકા@ડીસા: ધારાસભ્યથી પ્રમુખ પ્રભાવિત, વહીવટથી કોર્પોરેટરો નારાજ

અટલ સમાચાર, મહેસાણા

ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકોની નારાજગીમાં પ્રમુખની ભુમિકા સવાલો વચ્ચે છે. જેમાં પ્રમુખ સ્થાનિક ધારાસભ્યથી ખુબ જ પ્રભાવિત હોઇ એકપણ સૂચનોને અવગણતા નથી. બંને વચ્ચેના તાલમેલમાં કેટલીક બાબતોને લઇ ભાજપી નગરસેવકો અત્યંત નારાજ બન્યા હોઇ વહીવટ સામે સવાલો ઉભા થયા છે. મહિલા પ્રમુખના પતિ અને ધારાસભ્ય વચ્ચે સુમેળભર્યા સંબંધોને કારણે અનેક વોર્ડમાં વિકાસની સ્થિતિ અભ્યાસ કરવા લાયક બની છે. આ સંદર્ભે કેટલાક દિવસો અગાઉ ભાજપ પ્રદેશ મહામંત્રીને પત્ર લખી ફરીયાદ થયેલી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની ડીસા નગરપાલિકામાં નારાજ ભાજપી નગરસેવકોએ ચેરમેન પદેથી રાજીનામાં આપ્યા છે. જેમાં પાલિકા પ્રમુખની ભુમિકા સાથે-સાથે અન્ય બાબતો સામે આવતા ચોંકાવનારી સ્થિતિ બની છે. ડીસા ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પાલિકામાં રસ દાખવી સૂચનો કરે છે. વિકાસના કામો માટે પ્રમુખને થતાં સૂચનોમાં અનેક બાબતોમાં કોર્પોરેટરો “કેટલીક વાતે” નારાજ છે. આ “કેટલીક વાતો” સંદર્ભે 20 દિવસ અગાઉ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવેલી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મત વિસ્તારમાં ધારાસભ્યનો દબદબો હોઇ પાલિકા પ્રમુખના પતિ અત્યંત પ્રભાવિત હોવાની ચર્ચા છે. પોતાના સૂચનો સામે પ્રભાવિત ન હોવાથી નારાજ ભાજપી નગરસેવકો અને પ્રમુખ વચ્ચે અંતર વધતું જાય છે. ભાજપની ‌100 ટકા પેનલવાળા વોર્ડમાં અગાઉના વર્ષોની સરખામણીએ વિકાસ માટે ઓછા નાણાંનો ખર્ચ થયો હોઇ આગામી ચુંટણીમાં ભારે રસાકસી રહેવાની સ્થિતિ પારખી અત્યારથી ચિંતા બની છે. પાલિકાના નારાજ સભ્યોને મનાવતાં દરમ્યાન જે એક્શન કે નિર્ણય લેવાશે તેના આધારે આંતરિક વિખવાદનું સચોટ કારણ સિધ્ધ થશે તેમ મનાય છે.