હત્યા@અમદાવાદઃ દારૂમાં ધૂત મિત્રોએ મિત્રને છરી વડે હુમલો કરી પતાવી દીધો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં મેઘાણીનગર ભાર્ગવ રોડ પર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મિત્રોએ જ તેના મિત્રનું કાસળ કાઢી નાખ્યું છે. દારૂ પિવા જેવા નજીવી બાબતે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક મિત્રએ છરી વડે હુમલો કરીને લોહીયાળ ખેલ ખેલી કાઢ્યો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ભાર્ગવ રોડ પર
 
હત્યા@અમદાવાદઃ દારૂમાં ધૂત મિત્રોએ મિત્રને છરી વડે હુમલો કરી પતાવી દીધો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં મેઘાણીનગર ભાર્ગવ રોડ પર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મિત્રોએ જ તેના મિત્રનું કાસળ કાઢી નાખ્યું છે. દારૂ પિવા જેવા નજીવી બાબતે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક મિત્રએ છરી વડે હુમલો કરીને લોહીયાળ ખેલ ખેલી કાઢ્યો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ભાર્ગવ રોડ પર આવેલ પ્રતાપસિંગની ચાલીમાં આ બનાવ બન્યો છે. જેમા દારૂના નશામાં રહેલ 4 થી વધું લોકોએ ભેગા મળીને તેમના મિત્ર પારસને રહેંશી નાખ્યો છે. પોલીસે આ મામલે તપાસ આરંભી ત્યારે પ્રાથમીક તપાસમાં એવું સામે આવ્યું છે કે મિત્રો વચ્ચે જૂની અદાવત હતી જેથી આ લોહીયાળ ખેલ ખેલાયો છે. સમગ્ર મામલે મેગાણીનગર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે અન્ય 3 આરોપીઓ હજું પણ ફરાર છે.