હત્યા@અરવલ્લીઃ યુવકની સુમસાન ઝાડીઓમાંથી લાશ મળતાં ચકચાર

અટલ સમાચાર, મેઘરજ અરવલ્લી જિલ્લામાં લાશો મળવાનો સિલસિલો યથાવત છે. મેઘરજ તાલુકાના ગામે આશાસ્પદ યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
હત્યા@અરવલ્લીઃ યુવકની સુમસાન ઝાડીઓમાંથી લાશ મળતાં ચકચાર

અટલ સમાચાર, મેઘરજ

અરવલ્લી જિલ્લામાં લાશો મળવાનો સિલસિલો યથાવત છે. મેઘરજ તાલુકાના ગામે આશાસ્પદ યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજ મોટી મોરી પાસે અવાવરૂ જગ્યાએ અજાણ્યા યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળતાં દોડધામ મચી ગઇ છે. અજાણ્યા ઇસમોએ પુરાવા નાશ કરવા માટે યુવકની લાશને ચાદરમાં લપેટી ફેંકી દીધી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યા@અરવલ્લીઃ યુવકની સુમસાન ઝાડીઓમાંથી લાશ મળતાં ચકચાર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોઇ અગમ્ય કારણોસર આશાસ્પદ યુવકની હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. સબુતો છુપાવવા માટે ઇસમોએ લાશને ચાદરમાં વીંટીને સુમસાન ઝાડીઓમાં ફેંકીને પલાયન થઇ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે અજાણ્યા ઇસમો વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.