હત્યા@ભરૂચ: પત્નિ સાથે જબરજસ્તી કરતાં ઠપકો આપતાં ઇસમે પતિને છરીના ઘા મારી પતાવી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભરૂચના ચુનારવાડમાં રહેતા શેખ પરિવારને ત્યાં રવિવારે શાદીનો સુખદ પ્રસંગ પત્યા બાદ સોમવારે ખૂની ખેલ ખેલાતા માતમનો માહોલ છવાયો છે. રાત્રે ઘરમાં ઘુસી પત્ની સાથે જબરજસ્તી કરતા રીક્ષા ચલાવતા પાડોશી આશીફ મન્સૂરીને મહિલાના પતિ ઐયુબ શેખે ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખી સોમવારે બપોરે રિક્ષામાંથી છરો કાઢી ઐયુબની છાતીમાં આસીફે
 
હત્યા@ભરૂચ: પત્નિ સાથે જબરજસ્તી કરતાં ઠપકો આપતાં ઇસમે પતિને છરીના ઘા મારી પતાવી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચના ચુનારવાડમાં રહેતા શેખ પરિવારને ત્યાં રવિવારે શાદીનો સુખદ પ્રસંગ પત્યા બાદ સોમવારે ખૂની ખેલ ખેલાતા માતમનો માહોલ છવાયો છે. રાત્રે ઘરમાં ઘુસી પત્ની સાથે જબરજસ્તી કરતા રીક્ષા ચલાવતા પાડોશી આશીફ મન્સૂરીને મહિલાના પતિ ઐયુબ શેખે ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખી સોમવારે બપોરે રિક્ષામાંથી છરો કાઢી ઐયુબની છાતીમાં આસીફે મારી દઈ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંને વચ્ચે થયેલી ઝપાઝપીમાં વચ્ચે છોડાવવા પડેલા મૃતકના ભાઈ અબ્દુલ મજીદને પણ છરો હાથમાં વાગવા સાથે હત્યારાને પણ માથામા ગંભીર ઇજા પહોંચી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચના મુસ્લિમ ચુનારવાડમાં રહેતા ઐયુબ અબ્દુલ હમીદ શેખ અગાઉ ચાની લારી ચલાવતો હતો. બાદમાં મકાનોના નાના-મોટા કોન્ટ્રાકટનું કામ કરતો. જ્યારે તેનો ભાઈ મજીદ શેખ લાલબજારમાં જ ચાની લારી ચલાવે છે. રવિવારે મજીદની દીકરીની શાદી હતી. દરમિયાન રાત્રે પાડોશમાં જ રહેતો આસીફ હૈદર મન્સૂરી ઐયુબના ઘરમાં ઘુસી આવી તેની પત્ની સાથે જબરજસ્તી કરતો હતો. જેને ઐયુબે આવું નહિ કરવા ઠપકો આપ્યો હતો.ત્યાર બાદ સોમવારે બપોરે લાલબજાર ચોકમાં જ રીક્ષા ચલાવતા અને શેખ પરિવારના ઘરમાં જ ખાતા-પિતા માથાભારે આસીફ મન્સૂરીએ રિક્ષામાંથી છરો કાઢી ઐયુબની છાતીમાં ઘૂસાડી દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ તરફ ઘટનામાં ઇજાગ્રસ્ત તમામ ભરૂચ સિવિલ હોસ્પિટલખાતે પહોંચ્યા હતા જ્યાં હાજર તબીબોએ ઐયુબને મૃત જાહેર કર્યો હતો તો ઇજાગ્રસ્ત તેનો ભાઈ અબ્દુલ મજીદ અને હુમલો કરનાર આસિફ શેખ ને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, ઘટનાની વાત પ્રસરતા એક સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ખાતે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું જોકે તરત જ પોલીસે આવી સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી લીધો હતો. આમ સમગ્ર ઘટના ક્રમ મામલે એ-ડિવિઝન પોલીસના પીઆઈ એ.કે.ભરવાડે ટીમ સાથે સ્થળ પર પહોંચી ઘટનાના તાગ મેળવી હત્યારા આસિફ સામે 302 મુજબ ગુનો તેમજ સામે પક્ષે પણ 307નો ગુનો નોંધી મામલે તપાસ ના ધમધમાટ શરૂ કર્યા હતા.