મર્ડર@ચાણસ્મા: ચારિત્ર્યની શંકામાં યુવાને પિતરાઇ ભાઇની જ કરી હત્યા

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાને લઇ લોકડાઉનની વચ્ચે ચાણસ્મામાં ખુની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં ચારિત્ર્યની શંકા રાખી યુવાને પોતાના પિતરાઇ ભાઇની હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ચાણસ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ
 
મર્ડર@ચાણસ્મા: ચારિત્ર્યની શંકામાં યુવાને પિતરાઇ ભાઇની જ કરી હત્યા

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

કોરોનાને લઇ લોકડાઉનની વચ્ચે ચાણસ્મામાં ખુની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં ચારિત્ર્યની શંકા રાખી યુવાને પોતાના પિતરાઇ ભાઇની હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ચાણસ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મર્ડર@ચાણસ્મા: ચારિત્ર્યની શંકામાં યુવાને પિતરાઇ ભાઇની જ કરી હત્યા

પાટણ જીલ્લાના ચાણસ્મામાં વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે શહેરના ઉગમણા દરવાજા પાસેના રહેણાંક વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. પોતાના જ પિતરાઇ ભાઇ ઉપર ચારિત્ર્યની શંકા રાખી યુવાને હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ લોકડાઉન વચ્ચે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.