હત્યા@દાંતા: યુવાનનું ગુપ્તાંગ ફાડી લાશ ખેતરમાં ફેંકી, આરોપીઓ ફરાર

અટલ સમાચાર, દાંતા દાંતા તાલુકામાં યુવાનનું ગુપ્તાંગ ફાડી લાશ ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘાતક હથિયારથી ચીરા દીધા હતા. વિચિત્ર રીતે હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. દાંતા તાલુકાના જીતપુર ગામની સીમમાં સોમવારે યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. મૃતકનું તખાજી
 
હત્યા@દાંતા: યુવાનનું ગુપ્તાંગ ફાડી લાશ ખેતરમાં ફેંકી, આરોપીઓ ફરાર

અટલ સમાચાર, દાંતા

દાંતા તાલુકામાં યુવાનનું ગુપ્તાંગ ફાડી લાશ ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘાતક હથિયારથી ચીરા દીધા હતા. વિચિત્ર રીતે હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

દાંતા તાલુકાના જીતપુર ગામની સીમમાં સોમવારે યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. મૃતકનું તખાજી મનાજી ઠાકોરને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજા જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે. યુવકનું ગુપ્તાંગ ચીરી નાખવામાં આવ્યું છે. જેનાથી સંબંધો મામલે ભયંકર ઝગડો હોવાનું મનાય છે. વિચિત્ર હાલતમાં લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સમગ્ર મામલે દાંતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.