હત્યા@ઘિણોજ: રાત્રિ રોકાણમાં આવેલા ટ્રકચાલકને હોટેલવાળાએ પતાવી દીધો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના છડીયારડા નજીક ગત શુક્રવારે રૂપેણ નદીમાંથી એક અજાણ્યા ઇસમની લાશ મળી હતી. જેને લઇ મહેસાણા પોલીસે છેલ્લા કેટલાક કલાકોથી સતત તપાસ અને સંશોધન કર્યા બાદ ઘટનાના આરોપીઓ ઓળખી લીધા છે. જેમાં ટ્રકચાલક કચ્છથી મહેસાણા તરફ આવતા ઘિણોજ નજીકની હોટલમાં રોકાયો હતો. જયાં પોતાની જ ટ્રકમાં ચોરી થતાં ચાલક જાગી ગયો
 
હત્યા@ઘિણોજ: રાત્રિ રોકાણમાં આવેલા ટ્રકચાલકને હોટેલવાળાએ પતાવી દીધો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના છડીયારડા નજીક ગત શુક્રવારે રૂપેણ નદીમાંથી એક અજાણ્યા ઇસમની લાશ મળી હતી. જેને લઇ મહેસાણા પોલીસે છેલ્લા કેટલાક કલાકોથી સતત તપાસ અને સંશોધન કર્યા બાદ ઘટનાના આરોપીઓ ઓળખી લીધા છે. જેમાં ટ્રકચાલક કચ્છથી મહેસાણા તરફ આવતા ઘિણોજ નજીકની હોટલમાં રોકાયો હતો. જયાં પોતાની જ ટ્રકમાં ચોરી થતાં ચાલક જાગી ગયો તો ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં ટ્રકચાલકની હત્યા કરી હોટલના ઇસમોએ નદીમાં ફેંકી દીધો હતો.

મૂળ રાજસ્થાનના બિકાનેરનો જગદીશખાન ખયાલીખાન નીરાશી કચ્છથી ટ્રક લઇને મહેસાણા તરફ જતો હતો. આ દરમ્યાન રાત્રિના સમયે ચાણસ્મા-મહેસાણા હાઇવે પરની મહાદેવ હોટલ પર રોકાયો હતો. આ દરમ્યાન ટ્રકમાં સિમેન્ટ સહિતનો જથ્થો ચોરી થતો હોવાનું જાણી ચાલક ઉંઘમાંથી જાગી ગયો હતો. ચોર બીજા કોઇ નહીં પરંતુ હોટલના માલિક સહિતના કર્મચારીઓ હોવાનું સામે આવ્યુ હતુ. રાત્રે ટ્રકચાલક અને હોટલવાળા વચ્ચે મોટો ઝઘડો થયો હતો.

જેમાં હોટલના માલિક સંજ્યસિંહ શીવશરણસિંહ(રાજસ્થાન), ઠાકોર વિજય કાન્તીજી અને ઠાકોર પ્રકાશજી દિવાનજી(ધીણોજ) સહિતનાએ ટામી સહિતના હથિયારો વડે ટ્રકચાલક જગદીશખાન ખયાલીખાનની હત્યા કરી છઠીયારડા નજીક રૂપેણ નદીના કોતરમાં ફેંકી દીધી હતી. મહેસાણા પોલીસે રોકડ રકમ રૂ.1900, સીમેન્ટની થેલીઓ રૂ.34,000, ટ્રેલર રૂ.10,00,000, ટ્રેક્ટર ટોલી રૂ.2,00,000, ટામી રૂ.50 તેમજ આરોપીઓના મોબાઇલ ફોન નંગ-3 .રૂ.3000 સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની સઘન પુછપુરછ હાથ ધરી છે.