હત્યા@હારીજ: કથિત સંબંધમાં હીચકારો હુમલો, યુવકના મોત સામે 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર, હારીજ હારીજમાં કથિત પ્રેમસંબંધમાં એક યુવકની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિક યુવક-યુવતિ વચ્ચેના કથિત સંબંધની જાણ યુવતિના ભાઇઓને થતાં હત્યા કરાઇ હોવાની ફરીયાદ દાખલ થઇ છે. ગઇકાલે બપોરે ગુમ થયેલા યુવકની મોડી રાત્રે ખેતરની વાડમાંથી લાશ મળી આવ્યા બાદ પરિવારજનો શોકાતુર બન્યાં છે. પોલીસે આ મામલે ત્રણ
 
હત્યા@હારીજ: કથિત સંબંધમાં હીચકારો હુમલો, યુવકના મોત સામે 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર, હારીજ

હારીજમાં કથિત પ્રેમસંબંધમાં એક યુવકની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિક યુવક-યુવતિ વચ્ચેના કથિત સંબંધની જાણ યુવતિના ભાઇઓને થતાં હત્યા કરાઇ હોવાની ફરીયાદ દાખલ થઇ છે. ગઇકાલે બપોરે ગુમ થયેલા યુવકની મોડી રાત્રે ખેતરની વાડમાંથી લાશ મળી આવ્યા બાદ પરિવારજનો શોકાતુર બન્યાં છે. પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ શહેરમાં નવયુવાન ઉપર કેટલાક યુવકો તૂટી પડ્યાં હતા. ભયંકર હદે ઘાયલ મજૂર યુવકનું સારવાર પૂર્વે મોત થઇ જતાં હત્યાનો મામલો સામે આવ્યો છે. હારીજના અમરતપુરામાં લાલાભાઇ રામાભાઇ કાગસિયા (મલ) મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેનો ભાઇ ભુરાભાઇ બપોરે નોકરીથી ઘરે જમવા આવ્યા બાદ પરત નોકરી નહી જતાં પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. જેમાં તેના કોઇ મિત્રનું બાઇક લઇ નિકળ્યાં બાદ શિશુ મંદીર સ્કુલ પાસેના મેદાનમાં યુવતિ સાથે દેખાયો હોવાનું સામે આવ્યુ હતુ.

હત્યા@હારીજ: કથિત સંબંધમાં હીચકારો હુમલો, યુવકના મોત સામે 3 વિરૂધ્ધ ગુનો દાખલ
File Photo

આ દરમ્યાન ફરીયાદી લાલાભાઇ અને તેમના મિત્રએ મોડીરાત સુધી તપાસ કરતાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. જેમાં સ્થાનિક યુવક નીતીન ઠાકોરે મૃતકના ભાઇને જણાવેલ કે, આજે બપોરે હું તથા મારો મિત્ર રાજુજી ઠાકોર બંને બાઇક લઇને મેદાનમાં ઉભા હતા. જ્યાં તમારો ભાઇ એક યુવતિ સાથે ત્યાં ઉભો હતો. આ સમયે અચાનક યુવતિના ભાઇઓ આવી જતાં માથાકુટ થઇ હતી. જે બાદમાં યુવતિના ભાઇએ મૃતક ભુરાને માર મારતાં તે નીચે પડી ગયો હતો. આ પછી યુવતિના ભાઇઓ તેને લઇ ફરાર થઇ ગયા હતા. જોકે બાદમાં પરત આવી તપાસ કરતાં ભુરો મેદાનમાં મળી આવ્યો ન હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મૃતકના ભાઇએ મેદાનમાં તપાસ કરતાં ખેતરની વાડ પાસે વરખડાના ઝાડ નીચે ભુરાભાઇની લોહીલુહાણ લાશ મળી આવી હતી. મૃતકના શરીરે ઘણા બધા વાગેલાના નિશાન જણાતાં ફરીયાદીએ હારીજ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદી વ્યક્તિની વિગતો આધારે ત્રણ ઇસમોના નામજોગ આઇપીસીની કલમ 302, 34 અને જીપીએની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  • શૈલેષજી ખેંગારજી ઠાકોર, ગામ-હારીજ, જી.પાટણ
  • સંજયજી ખેંગારજી ઠાકોર, ગામ-હારીજ, જી.પાટણ
  • લાલાજી કેશાજી ઠાકોર, ગામ-પાલોલી, તા.હારીજ, જી.પાટણ