હત્યા@હારીજ: જુના ઝઘડામાં સમાજના જ ઇસમને જાહેરમાં ગોળી મારી, ગંજ પાસે એકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ કોરોના કહેર વચ્ચે આજે સવારના સમયે હારીજમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. હારીજના એપીએમસીમાં અંગત અદાવતમાં કોઇ ઇસમે ફાયરીંગ કરતાં એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. જે બાદમાં તેનું મોત થતાં પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાને લઇ હારીજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે ફાયરીંગ
 
હત્યા@હારીજ: જુના ઝઘડામાં સમાજના જ ઇસમને જાહેરમાં ગોળી મારી, ગંજ પાસે એકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

કોરોના કહેર વચ્ચે આજે સવારના સમયે હારીજમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. હારીજના એપીએમસીમાં અંગત અદાવતમાં કોઇ ઇસમે ફાયરીંગ કરતાં એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. જે બાદમાં તેનું મોત થતાં પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાને લઇ હારીજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે ફાયરીંગ કરનાર ઇસમ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હત્યા@હારીજ: જુના ઝઘડામાં સમાજના જ ઇસમને જાહેરમાં ગોળી મારી, ગંજ પાસે એકનું મોત

પાટણ જીલ્લાના હારીજ એપીએમસીમાં આજે સવારના રોજ ફાયરીંગની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે લાભુભાઈ કમશીભાઇ દેસાઈ અને મહેશભાઇ કરમશીભાઇ દેસાઈ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પર આવેલા અજાણ્યાં ઇસમોએ રીવોલ્વોરથી ફાયરીંગ કરી તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. આ તરફ લાભુભાઈ દેસાઈને પેટના ભાગે ગોળી વાગતાં અને છરીના હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સાથે મહેશભાઇ દેસાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોઇ તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હત્યા@હારીજ: જુના ઝઘડામાં સમાજના જ ઇસમને જાહેરમાં ગોળી મારી, ગંજ પાસે એકનું મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હારીજ એપીએમસીમાં બનેલી ઘટનાને લઇ એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સાથે ઘટનાને લઇ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ તરફ પોલીસની ટીમ દ્રારા બાઇક પર ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવાના ઝીણવટપુર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.