હત્યા@ખેડબ્રહ્મા: પૈસા નહિ મળતાં બે રાઉન્ડ ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી ફરાર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા શહેરમાં ધોળાં દિવસે આંગડીયા કર્મચારીની હત્યાને પગલે ચકચાર મચી ગઇ છે. પૈસા નહિ મળતાં લુંટારુઓએ બે રાઉન્ડ ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. લૂંટથી પૈસા પડાવવાનો કારસો રચી કર્મચારીની હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઘટનાને પગલે વેપારી આલમમાં ફફડાટ વચ્ચે ખળભળાટ
 
હત્યા@ખેડબ્રહ્મા: પૈસા નહિ મળતાં બે રાઉન્ડ ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી ફરાર
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ખેડબ્રહ્મા શહેરમાં ધોળાં દિવસે આંગડીયા કર્મચારીની હત્યાને પગલે ચકચાર મચી ગઇ છે. પૈસા નહિ મળતાં લુંટારુઓએ બે રાઉન્ડ ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. લૂંટથી પૈસા પડાવવાનો કારસો રચી કર્મચારીની હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઘટનાને પગલે વેપારી આલમમાં ફફડાટ વચ્ચે ખળભળાટ મચી ગયો છે.
હત્યા@ખેડબ્રહ્મા: પૈસા નહિ મળતાં બે રાઉન્ડ ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી ફરાર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી ઉપર બે રાઉન્ડ ફાયરિંગની ઘટનાથી સુરક્ષાના સવાલો ઉભા થયા છે. લૂંટારા પૈસા પડાવવા હત્યારા બની ધડાધડ ચપ્પાના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ પછી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. માણેક ચોક વિસ્તારમાં મુખી માર્કેટમાં એન. માધવલાલ એન્ડ કંપની નામની આગડિયા પેઢીનું હમણાં જ ઉદ્ઘાટન થયું અને આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.
હત્યા@ખેડબ્રહ્મા: પૈસા નહિ મળતાં બે રાઉન્ડ ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી ફરાર
કર્મચારી નાયક કિરણભાઈ હરગોવિંદભાઈ (ઉ.વ 42) રહે. મકતુપુર, તા. ઊંઝાવાળા બપોરે પેઢીનું કામ પૂર્ણ કરી ચાલતાં જ બસ સ્ટેશન તરફ જતા હતા. આ દરમ્યાન સરદાર પટેલ રોડ ઉપર જનતા બેંકથી થોડેક આગળ સામેના ખુુુુણા પર કારમાં સવાર હત્યારાઓએ તેમના પર છરી વડે હુમલો કરી બેગ ઝૂટવાનો  પ્રયત્ન કર્યો હતો. જોકે તેમાં લુંટારૂઓ સફળ નહિ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ગાડી લઈ ભાગી ગયા હતા.
હત્યા@ખેડબ્રહ્મા: પૈસા નહિ મળતાં બે રાઉન્ડ ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી ફરાર
આ પછી ફાયરિંગનો અવાજ સાંભળી બેંકમાંથી અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. જેમાં કર્મચારીને તાત્કાલિક જનરલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે ડોક્ટરે તેમનું મરણ થયાનું જાહેર કર્યું હતું. ઘટનાને પગલે ઇડર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ સાથે એલસીબી પોલીસે પણ લૂંટની થિયરી પર તપાસ હાથ ધરી છે. જેમાં વિસ્તારના સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવી રહ્યા છે.
હત્યા@ખેડબ્રહ્મા: પૈસા નહિ મળતાં બે રાઉન્ડ ફાયરિંગ અને ચપ્પાના ઘા મારી ફરાર
જનરલ હોસ્પિટલના ડોક્ટર દેવાશીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કિરણભાઈને લાવવામાં આવ્યા ત્યારે મૃત હાલતમાં જ હતા. તેમની છાતીની જમણી બાજુએ છરીનો ઘા છે અને ડાબી બાજુની ઉપર ગોળી વાગી છે. જે મૃતકની છાતીમાં ફસાયેલી છે.