મર્ડર@લાખણી: હત્યાકાંડમાં ગુંચવણ વધશે, ગંભીર વ્યક્તિનું કરૂણ મોત

અટલ સમાચાર,પાલનપુર (રામજી રાયગોર) લાખણીના એક જ પરિવારના ૪ સભ્યો બાદ સારવાર લઇ રહેલા ઘરના મોભી કરશનભાઇ પટેલનું અમદાવાદ સિવિલમાં ત્રણ દિવસની સારવાદ બાદ મોત નિપજયુ છે. બનાસકાંઠા એકજ પરિવારના ૪ વ્યકિતઓની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવાની ખાતરી આપતા અને સામાજીક અને રાજકિય આગેવાનોની સમજાવટ બાદ આખરે પરિવારજનોએ શનિવારે મૃતદેહો સ્વિકાર્યા હતા. શુક્રવારે ગામના ચૌધરી
 
મર્ડર@લાખણી: હત્યાકાંડમાં ગુંચવણ વધશે, ગંભીર વ્યક્તિનું કરૂણ મોત

અટલ સમાચાર,પાલનપુર (રામજી રાયગોર)

લાખણીના એક જ પરિવારના ૪ સભ્યો બાદ સારવાર લઇ રહેલા ઘરના મોભી કરશનભાઇ પટેલનું અમદાવાદ સિવિલમાં ત્રણ દિવસની સારવાદ બાદ મોત નિપજયુ છે. બનાસકાંઠા એકજ પરિવારના ૪ વ્યકિતઓની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવાની ખાતરી આપતા અને સામાજીક અને રાજકિય આગેવાનોની સમજાવટ બાદ આખરે પરિવારજનોએ શનિવારે મૃતદેહો સ્વિકાર્યા હતા.

શુક્રવારે ગામના ચૌધરી કરશન પટેલના ઘરમાંથી ચાર લાશ મળી આવી હતી. મૃતક તેમના પુત્ર,પુત્રવધુ અને પૌત્ર હતા. બાદમાં આ મામલે એવી બાબત સામે આવી હતી કે, કે કરશન પટેલે જાતે પરિવારની હત્યા કરી ઝેર ગટગટાવ્યું હતું. જોકે ગ્રામજનોએ આ વાતને નકારી કાઢી છે. આ ઘટનામાં શંકાની સોય વ્યાજખોરો પર તકાઇ છે. ઘરની દિવાલ પર કેટલાક લોકોના નામ લખવામાં આવ્યા છે.

લાખણી હત્યાકાંડમાં શનિવારે લાખણી શહેર સ્વયંભુ બંધ પણ રખાયુ હતુ. ચૌધરી સમાજના આગેવાનો અને બનાસકાંઠા સાંસદે પણ પરિવારજનોને મુલાકાત લીધી હતી. શનિવારે બપોર બાદ પોલીસે હત્યારાઓને પકડવાની ખાતરી આપતા આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો. પરંતુ સોમવારે ઘરના મોભી કરશનભાઇ પટેલનું પણ મોત નિપજતા પોલીસને હત્યાકાંડના આરોપીને શોધવા મુશ્કેલી વધી છે.