હત્યા@માલપુર: જમીન મામલે પાડોશી ખેડૂતને મારી ત્રણ હત્યારા ફરાર

અટલ સમાચાર, માલપુર કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે માલપુર તાલુકાના ગામે જમીન મામલે એકની હત્યા કરવામાં આવી છે. માલપુર તાલુકાના ગામે પ્રજાપતિ એ પગી પરિવાર વચ્ચે કેટલાક સમયથી બબાલ ચાલતી હતી. જોકે સોમવારે પગી પરીવારના પિતા અને બે પુત્રોએ જમીન માલિકની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
 
હત્યા@માલપુર: જમીન મામલે પાડોશી ખેડૂતને મારી ત્રણ હત્યારા ફરાર

અટલ સમાચાર, માલપુર

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે માલપુર તાલુકાના ગામે જમીન મામલે એકની હત્યા કરવામાં આવી છે. માલપુર તાલુકાના ગામે પ્રજાપતિ એ પગી પરિવાર વચ્ચે કેટલાક સમયથી બબાલ ચાલતી હતી. જોકે સોમવારે પગી પરીવારના પિતા અને બે પુત્રોએ જમીન માલિકની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ માલપુર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હત્યા@માલપુર: જમીન મામલે પાડોશી ખેડૂતને મારી ત્રણ હત્યારા ફરાર

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ટુણાદર ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. સોમવારે સવારે ટુણાદર ગામના બાલુભાઇ ધુળાભાઇ પ્રજાપતિ અને ગામના જ સાયબાભાઇ પગી વચ્ચે જમીન મામલે માથાકુટ થઇ હતી. જેમાં સાયબાભાઇ પગી, પુત્ર વિક્રમ અને રાજુ આ ત્રણેય મળીને બાલુભાઇ સાથે ગાળાગાળી કરી ધક્કો માર્યો હતો. જેમાં બાલુભાઇ પ્રજાપતિ જમીન પર પટકાતા બેભાન થયા બાદ તાત્કાલિક સારવા અર્થે બાયડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

હત્યા@માલપુર: જમીન મામલે પાડોશી ખેડૂતને મારી ત્રણ હત્યારા ફરાર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પગી પરિવારના સભ્યો વારંવાર પ્રજાપતિ પરિવારની જમીન પચાવી પાડવા બબાલ કરતા હતા. જોકે સોમવારે સવારે ગાળાગાળી સાથે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેમાં પ્રજાપતિ બાલુભાઇનું જમીન પર પટકાવાથી મોત થયુ હતુ. ઘટનાને લઇ રમણભાઇ ધુળાભાઇ પ્રજાપતિએ સાયબા ધુળાભાઈ પગી, વિક્રમ સાયબા પગી અને રાજુ સાયબા પગી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. માલપુર પોલીસે ઇપીકો કલમ-302,323,504,114 મુજબ ગુન્હો નોંધી હત્યારા પિતા-પુત્રોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.