મર્ડર@માંડલ: દલિત યુવકનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યો, 30 વર્ષમાં 652ની હત્યા

અટલ સમાચાર,મહેસાણા આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દલિત યુવકને પોલીસની હાજરીમાં જ રહેંસી નાંખ્યો અમદાવાદના માંડલમાં મંગળવારે પછાત જાતિના યુવકને સાસરિયાઓએ અભયમની ટીમની હાજરીમાં રહેસી નાંખ્યો હતો. યુવકની હત્યાનું કારણ આંતરજ્ઞાતિય લગ્ન હતું. આ મામલે પોલીસે 8 લોકો સામે એફઆઈઆર પણ કરી છે. ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભાના ગૃહમાં પછાત જાતિના યુવકની મોતનો મુદ્દો ઉઠાવશે.
 
મર્ડર@માંડલ: દલિત યુવકનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યો, 30 વર્ષમાં 652ની હત્યા

અટલ સમાચાર,મહેસાણા

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દલિત યુવકને પોલીસની હાજરીમાં જ રહેંસી નાંખ્યો

અમદાવાદના માંડલમાં મંગળવારે પછાત જાતિના યુવકને સાસરિયાઓએ અભયમની ટીમની હાજરીમાં રહેસી નાંખ્યો હતો. યુવકની હત્યાનું કારણ આંતરજ્ઞાતિય લગ્ન હતું. આ મામલે પોલીસે 8 લોકો સામે એફઆઈઆર પણ કરી છે. ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભાના ગૃહમાં પછાત જાતિના યુવકની મોતનો મુદ્દો ઉઠાવશે. દરમિયાન કોંગ્રેસના સાંસદ કે.સુરેશ લોકસભાના સ્પીકર પાસે આ મુદ્દે ચર્ચાની માંગણી કરી છે. પ્રેમ લગ્ન કરનાર યુવકની હત્યાનો મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યો છે.

જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરી છે કે તેઓ ગૃહની પ્રશ્નોતરીમાં આ મુદ્દો ઉઠાવશે. પોતાના લગ્નનું સર્ટિફિકેટ લઈને પત્નીને તેડવા ગયો હતો અને તેની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મુદ્દે જીગ્નેશ મેવાણી ગુજરાત વિધાનસભાના સચિવને નોટિસ આપી અને ચર્ચાની માંગણી કરી છે. અધ્યક્ષ આ મુદ્દે મંજૂરી આપે બાદમાં ચર્ચા થઈ શકશે.

સમગ્ર ઘટના શું હતી ?

અમદાવાદ જિલ્લાનાં માંડલનાં વરમોર ગામમાં એક દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે. ગાંધીધામનાં રહેવાસી હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં. યુવતીનાં માતાપિતા તેને ખુશીથી ગાંધીધામથી વણમોર રહેવા માટે લઇ ગયા હતાં. જે બાદ આ યુવકને પણ ત્યાં બોલાવીને તીક્ષ્ણ હથિયારોથી માર મારીને હત્યા કરી દીધી છે.

મૂળ પાટણ જિલ્લાના સિઘ્ઘપુર તાલુકના વળવાળા ગામના રહેવાસી યશવંતભાઇ સોલંકી તેઓ નોકરી અર્થે ઘણા સમયથી કચ્છના ગાંઘીઘામ ખાતે રહેતા હતા અને તેમનો 25 વર્ષીય પુત્ર હરેશ યશવંતભાઇ સોલંકી કડી ખાતે અભ્યાસ કરતો હોય. જ્યાં માંડલ તાલુકાના વરમોર ગામની ઉર્મિલાએ પણ કડી ખાતે અભ્યાસ કરતી હતી. જ્યાં આ બંને યુવક યુવતી પ્રેમ સબંઘ બંઘાયો હતો. બંને વચ્ચે પ્રેમ થઈ જતાં બંનેએ ભાગી જઈને કાયદેસર લગ્ન કરી લીધા હતા.

આ બાબતની જાણ થતાં યુવતીના પિતાએ ગાંધીધામ જઈને પોતે રાજીખુશી હોવાનું જણાવીને દિકરીને છેલ્લા બે મહિનાથી પોતાના ઘેર લઈ આવ્યા હતા. જેથી દલિત યુવાને સગર્ભા પત્નીની ફિકર થતાં તેણે ગઈકાલે ૧૮૧ હેલ્પલાઈનમાં ફોન કરી મદદની માંગી હતી. અભયમ્ હેલ્પલાઈનના કાઉન્સીલીર ભાવિકા એસ. ભગારો, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતાબેન અને ગાડીના ચાલક સુનિલભાઈ સોલંકી દ્વારા દલિત યુવાનની મદદ કરવા માટે માંડલ બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતા. જ્યાં હત્યાનો ભોગ બનનાર યુવાન તેમજ તેની માતા સુશીલાબેન અને સગા ધીરૂભાઈ જાદવ ઉભા હતા.

મર્ડર@માંડલ: દલિત યુવકનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યો, 30 વર્ષમાં 652ની હત્યા

યુવાનને ગાડીમાં લઈને વરમોર ગામે યુવતીના પિતાને મળવા નીકળ્યા હતા. ત્યાં પ્રેમલગ્ન કરનાર યુવાનને ગાડીમાં જ બેસાડી રાખવામાં આવ્યો હતો, જો કે વાતચીત બાદ પરત ફરી રહેલા અભયમ્ ૧૮૧ના સ્ટાફને વળાવવા આવેલા યુવતીના પિતા દશરથસિંહ ઝાલાએ અચાનક ગાડીમાં બેઠેલા હરેશ યશવંતભાઈ સોલંકીને જોઈ જતાં જાતિવાચક અપમાનજનક શબ્દો બોલીને તેના દિકરા ઈન્દ્રજીતસિંહ સહિત અન્ય ઈસમોને કહ્યું કે આપણી દિકરીને લઈ જનારને પુરો કરી નાખો. જેને પગલે ઉશ્કેરાયેલા તમામ ઈસમોએ ૧૮૧ અભયમ્ ગાડીની સાથે સાથે મહિલા કાઉન્સીલર અને મહિલા પોલીસ ઉપર હુમલો કર્યો હતો, જ્યારે દલિત યુવાન હરેશ સોલંકી ઉપર તલવાર, ધારીયા, છરી તેમજ લાકડીઓથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હજુસુધી હત્યાના આરોપીઓને પકડી શકી નથી.

૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન ભયભીત

મહિલાઓને રક્ષણ અને મદદ કરવાના આશયથી શરૂ કરવામાં આવેલ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન સેવા રાજ્યસરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે,જો કે પુરતા પોલીસ બંદોબસ્તને અભાવે આજે અભયમ્ સેવા જ ભયના ઓથાર હેઠળ આવી ગયું હોય તેવી હાલત સર્જાઈ હતી. પ્રેમલગ્ન કરનાર યુવાન ઉપર હિંસક હુમલો કરનાર ટોળા સામે અભયમ્ ની ટીમને પણ પોતાનો જીવ બચાવવા છુપાઈ જવાનો વારો આવ્યો હતો.

રાજ્યમાં ૩૦ વર્ષમાં ૬૫૨માં દલિત યુવકની હત્યા

ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષમાં ૬૫૨માં દલિત યુવકની હત્યા થઇ છે. સરકારી આકડાં પ્રમાણે 1989થી લઇને મે-2019 સુધીમાં 648 દલિતોની હત્યા થઇ હતી. જેમાં સૌથી વધુ હત્યા 2000માં 33 દલિતોની હત્યા થઇ હતી. જયારે 2016માં 32 અને 2013માં 31 જણાંની હત્યા થઇ હતી. મે-2019 પછી થાનગઢ, જાળીલા, અનીડામાં દલિતોની હત્યા થતાં આંકડો 651 પર પહોંચ્યો હતો. મંગળવારે વરમોરમાં દલિતની હત્યા થતાં આ આંક 652પર પહોંચી ગયો છે.

મર્ડર@માંડલ: દલિત યુવકનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યો, 30 વર્ષમાં 652ની હત્યા