હત્યા@પાલનપુર: ભાભીને માથામાં ધારીયું મારી મોત નિપજાવી દિયર પોલીસ સ્ટેશન હાજર થયો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર તાલુકાના ગામે નજીવી બાબતે દિયરે ભાભીની હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મૃતક પરીણિતાને તેના દિયરે કોઇ વાતે ઠપકો આપ્યા બાદ બોલાચાલી થઇ હતી. જેનું મનદુ:ખ રાખી દિયરે આજે સવારે ઘરે પહોંચી માથાકૂટ કરી પરીણિતાને માથાના ભાગે ધારીયું માર્યુ હતુ. જે બાદમાં પરીણિતાને
 
હત્યા@પાલનપુર: ભાભીને માથામાં ધારીયું મારી મોત નિપજાવી દિયર પોલીસ સ્ટેશન હાજર થયો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે નજીવી બાબતે દિયરે ભાભીની હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મૃતક પરીણિતાને તેના દિયરે કોઇ વાતે ઠપકો આપ્યા બાદ બોલાચાલી થઇ હતી. જેનું મનદુ:ખ રાખી દિયરે આજે સવારે ઘરે પહોંચી માથાકૂટ કરી પરીણિતાને માથાના ભાગે ધારીયું માર્યુ હતુ. જે બાદમાં પરીણિતાને સારવાર અર્થે ખસેડતાં રસ્તામાં જ તેનું મોત થયુ હતુ. ઘટના બાદ દિયર જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હોવાની વિગતો સામે આવી છે. આ તરફ મૃતકના પતિએ ઇસમ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામે આજે સવારે ખુની ખેલ ખેલાયો છે. કાણોદરની મન્નત સોસાયટી પાછળ રહેતાં બચુજી ધરમાજી ઠાકોર(પરમાર) પેઇન્ટીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેમની દીકરી ભારતીબેન પડોશીના ઘરે રમવા જતાં તેમના ભાઇ દશરથજીએ ફરીયાદીની પત્નિ મંગુબેનને ઠપકો આપ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ આજે સવારે તેનું મનદુ:ખ રાખી દશરથજીએ સવારે રસોઇ બનાવતી ભાભી સાથે ઝધડો કરી માથામાં ધારીયાના ઘા માર્યા હતા. જે બાદમાં સારવાર અર્થે પહોંચે તે પહેલાં જ મંગુબેનનું મોત થયુ છે.

હત્યા@પાલનપુર: ભાભીને માથામાં ધારીયું મારી મોત નિપજાવી દિયર પોલીસ સ્ટેશન હાજર થયો
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે ભાભીની ધારીયાના ઘા મારી હત્યા કરનારો દિયર ઘટના બાદ સામે ચાલીને પોલીસ સ્ટેશન હાજર થયો હતો. ગઇકાલની સામાન્ય વાતને લઇ મનદુ:ખ રાખી દિયરે ભાભીની હત્યા કરી નાંખતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. આ તરફ ઘટનાને લઇ મૃતકના પતિ બચુજી ઠાકોરે આરોપી દશરથજી ઠાકોર સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી 302 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.