આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના ગામે લોકડાઉન દરમ્યાન મર્ડરની ઘટના સામે આવી છે. સગાંને મૂકી બાઈક ઉપર આવતાં ઈસમને ટક્કર મારી પાડી દીધો હતો. આ પછી આરોપી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ગંભીર રીતે ઘાયલને સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં જીવ ગુમાવ્યો હતો. વર્ષોથી સામાજીક ટકરાવને કારણે મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરેલ ગામ નજીક હત્યાની સનસનીખેજ ઘટના બની છે. ભગાભાઇ વાસાણી નામના વ્યક્તિ આજે બપોરે પોતાની સાળીને ફતેપુર ગામે મૂકી બાઈક લઈ પરત આવતાં હતા. આ દરમ્યાન સુરેલ ગામનાં જ રઘુ મોહનભાઇ ઠાકોર(પગી)એ સામેથી બાઇક લઇ આવી ભગાભાઈના બાઈકને ભયંકર ટક્કર મારી હતી. આ દરમ્યાન ભગાભાઇ રસ્તા પર પડી જતાં રઘુ પગીએ એક પગ કાપી બંને હાથ ભાગી નાખ્યા હતા. હત્યાના ઈરાદે છરીના અનેક ઘા મારી આરોપી ફરાર થઈ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી રઘુએ પ્રેમલગ્ન કર્યા હોવાથી સામાજીક ટકરાવ હતો. જેમાં આજે બપોરે વિસનગર માર્ગ નજીક ચોક્કસ ઇરાદાપૂર્વક હત્યા કરી આરોપી રઘુ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ ભગાભાઈ ઠાકોરના પરિવારને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં પ્રથમ પાટડી સારવાર બાદ અમદાવાદ લઇ જતાં ભગાભાઈએ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર મામલે મૃતકના પત્ની શંકુબેન ઠાકોરે ઝીંઝુવાડા પોલીસ મથકે હત્યારા રઘુ પગી અને તેના પુત્ર સાગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી ઝીંઝુવાડા પોલીસે ઈપીકો કલમ 302, 325, 114 અને 135 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code