હત્યા@રાધનપુર: નજીવી બાબતે ઇસમોએ લોખંડની પાઇપથી યુવકને માર્યો, સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુર તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ આશાસ્પદ યુવકની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે સાંજના સમયે ડેરીએ દૂધ ભરાવીને પરત ફરતાં યુવાનને ગામના જ ઇસમોએ રોકી માથાકૂટ કરી હતી. જે બાદમાં તેના પર લાકડી અને લોખંડની પાઇપ જેવા હથિયારો વડે તુટી પડ્યા હતા. જેને
 
હત્યા@રાધનપુર: નજીવી બાબતે ઇસમોએ લોખંડની પાઇપથી યુવકને માર્યો, સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ આશાસ્પદ યુવકની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે સાંજના સમયે ડેરીએ દૂધ ભરાવીને પરત ફરતાં યુવાનને ગામના જ ઇસમોએ રોકી માથાકૂટ કરી હતી. જે બાદમાં તેના પર લાકડી અને લોખંડની પાઇપ જેવા હથિયારો વડે તુટી પડ્યા હતા. જેને લઇ તાત્કાલિક યુવકને રાધનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે. ઘટનાને લઇ મૃતકના કાકાએ ચાર ઇસમના નામજોગ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે નજીવી બાબતે યુવકની હત્યા કરાઇ છે. ગામના રમેશ ઉર્ફે હરખા ગોવિંદજી ઠાકોર ગઇકાલે સાંજે સાતેક વાગ્યે ડેરીમાં દૂધ ભરાવી પરત ફરી રહ્યો હતો. આ દરમ્યાન ગામના હરખાજી વિરમજી, નારણજી વિરમજી, બાબાજી ગગાજી અને દેવસીજી ગગાજી ઠાકોરે રમેશને રોક્યો હતો. જે બાદમાં તું કેમ રોજ રોજ અમારા ઘર પાસેથી નીકળે ત્યારે જોર-જોરથી હોર્ન વગાડે છે ? તેમ કહી ગાળો બોલી ઇસમો રમેશ ઉપર લાકડી અને લોખંડની પાઇપ લઇને તુટી પડ્યા હતા. આ દરમ્યાન સ્થાનિકોએ વચ્ચે પડી છોડવતાં રમેશને સારવાર અર્થે ખસેડતાં સારવાર વચ્ચે મોત થયુ હતુ.

હત્યા@રાધનપુર: નજીવી બાબતે ઇસમોએ લોખંડની પાઇપથી યુવકને માર્યો, સારવાર વચ્ચે મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે આશાસ્પદ યુવકની હત્યાને લઇ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઇકાલે સાંજે બનેલ ઘટનાની જાણ થતાં રમેશના કાકા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ રમેશને સારવાર અર્થે રાધનપુર લઇ ગયા હતા. જ્યાં સીટી સ્કેન કરાવી સારવાર શરૂ કર્યા બાદ તેનું મોત થયુ હતુ. રમેશ ઠાકોરના મોતને લઇ પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ મૃતકના કાકા દજાજી ઠાકોરે ગામના જ 4 ઇસમ સામે આઇપીસી 302, 504, 294(b), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે.