મર્ડર@સમી: સામાન્ય બાબતમાં ભાઈઓએ જ ભાઈ ઉપર ધારિયાથી હુમલો કર્યો

અટલ સમાચાર,મહેસાણા સમી તાલુકાના ગામે સામાન્ય બોલાચાલીમાં કૌટુંબીક ભાઈઓએ ભેગા મળી પોતાના જ ભાઈની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં
 
મર્ડર@સમી: સામાન્ય બાબતમાં ભાઈઓએ જ ભાઈ ઉપર ધારિયાથી હુમલો કર્યો

અટલ સમાચાર,મહેસાણા

સમી તાલુકાના ગામે સામાન્ય બોલાચાલીમાં કૌટુંબીક ભાઈઓએ ભેગા મળી પોતાના જ ભાઈની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. સમગ્ર મામલે  પોલીસ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મર્ડર@સમી: સામાન્ય બાબતમાં ભાઈઓએ જ ભાઈ ઉપર ધારિયાથી હુમલો કર્યો

પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે પરિવારના ભાઈઓએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગામના ખેડૂત ગોવિંદભાઈ ચૌધરી ખેતરથી પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન તેમના ચાર કૌટુંબીક ભાઈઓ આવી ચડી અને અમારા ખેતરમાંથી કેમ ચાલો છો તેમ કહી ધારિયા વડે ગોવિંદભાઈ ઉપર તૂટી પડ્યા હતા. ગોવિંદભાઇને એટલી હદે ધારિયાના ઘા મારવા માં આવ્યા કે ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ ચારેય આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેતર માં ચાલવાની સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટમાં ખેડૂતે જીવ ખોવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જોકે ઘટનાને લઇ હાલ તો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ઘટનાને લઇ સમી પોલીસે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી તેમને પકડવા અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ :

હેમરાજભાઈ હરિભાઈ ચૌધરી
મહાદેવભાઇ દેવાભાઇ ચૌધરી
દેવજીભાઈ હરિભાઈ ચૌધરી
હરિભાઈ મોહનભાઈ ચૌધરી