હત્યા@સાંતલપુર: યુવકે ખેતરમાં જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

અટલ સમાચાર, રાધનપુર સાંતલપુર તાલુકાના મઢુત્રા નજીક ખેતરમાં હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતા યુવકને ખેતરે પહોંચી તેના જ મિત્રએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ ગામલોકોને થતાં મોટી સંખ્યામાં દોડી આવી પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.પાટણ જિલ્લાના
 
હત્યા@સાંતલપુર: યુવકે ખેતરમાં જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

અટલ સમાચાર, રાધનપુર

સાંતલપુર તાલુકાના મઢુત્રા નજીક ખેતરમાં હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતા યુવકને ખેતરે પહોંચી તેના જ મિત્રએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ ગામલોકોને થતાં મોટી સંખ્યામાં દોડી આવી પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.હત્યા@સાંતલપુર: યુવકે ખેતરમાં જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતાર્યોપાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામનો 32 વર્ષીય યુવાન ખેતર ગયો હતો. રમઝાન લાખાભાઇ નામનો યુવાન મઢુત્રા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેના ખેતરે હતો. આ દરમ્યાન અચાનક તેનો મિત્ર કાળ બની આવી તૂટી પડ્યો હતો. પળવારમાં મિત્રની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં ખેડૂત સહિતના લોકો દોડી આવી પોલીસને જાણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મિત્ર-મિત્ર વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હોઇ શકે છે. આથી કોઈ બાબતે રોષે ભરાયેલા યુવકે પોતાના મિત્રની હત્યા નિપજાવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. હત્યાની ઘટના બાદ સાંતલપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.