હત્યા@સુરેન્દ્રનગર: જાહેરમાં યુવકને છરીના ઘા મારી પતાવી દીધો, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક લીંબડી શહેરના ભલગામડા ગેઈટ પાસે યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. છરી વડે હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો નાસી છુટ્યા છે. એલસીબી, ડીવાયએસપી સહિતનો પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, તપાસ પછી જ વધુ
 
હત્યા@સુરેન્દ્રનગર: જાહેરમાં યુવકને છરીના ઘા મારી પતાવી દીધો, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લીંબડી શહેરના ભલગામડા ગેઈટ‌ પાસે યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. છરી વડે‌ હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો નાસી છુટ્યા છે. એલસીબી, ડીવાયએસપી સહિતનો પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, તપાસ પછી જ વધુ વિગતો સામે આવશે. હત્યામાં 3 શખ્સો સામેલ હોવાની વિગત જાણવા મળી છે. હત્યામાં સામેલ 1 શખ્સની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીના રળોલ ગામે રહેતો સરફરાજ અબ્બાસભાઈ વડદરીયા બાઈક લઈ ભલગામડા ગેટ પાસે પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન અન્ય બાઈક પર સવાર 3 શખ્સોએ બાઈકને આંતરી ઊભો રાખ્યો હતો. તેમજ તેની સાથે મારામારી કરીને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જાહેરમાં હત્યાનો બનાવ બનતા લીંબડી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. યુવકના મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હત્યારાઓને ઝડપી પાડવા ડીવાયએસપી દ્વારા અલગ-અલગ 5 ટીમો બનાવી શહેર અને હાઈવે ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. એલસીબી ટીમે રળોલથી હત્યામાં સામેલ બાઈક ચાલકની અટકાયત કરી હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે.