ખૂન@ઊંઝાઃ દારૂ પીવા બાબતે પરપ્રાંતિયો વચ્ચે ઝઘડો, ટૂંપો દઈ મોત નિપજાવ્યું

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના ઊંઝામાં રોજી-રોટી કમાવવા આવેલા પરપ્રાંતિયો વચ્ચે ઝઘડો થયો હતો. જેણે એટલુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, ત્રણ મિત્રોએ ભેગા મળી મૃતકને ટૂંપો દઈ મોતને હવાલે કરી નાખ્યો. જે અંગે ઊંઝા પોલીસ મથકમાં ગુનો નોંધાવા પામ્યો છે. ખૂનની ઘટનાની ઊંઝા પોલીસ મથકમાં મૃતકના ભાઈ શત્રુધન ભોલા મહતોએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેનો
 
ખૂન@ઊંઝાઃ દારૂ પીવા બાબતે પરપ્રાંતિયો વચ્ચે ઝઘડો, ટૂંપો દઈ મોત નિપજાવ્યું

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના ઊંઝામાં રોજી-રોટી કમાવવા આવેલા પરપ્રાંતિયો વચ્ચે ઝઘડો થયો હતો. જેણે એટલુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, ત્રણ મિત્રોએ ભેગા મળી મૃતકને ટૂંપો દઈ મોતને હવાલે કરી નાખ્યો. જે અંગે ઊંઝા પોલીસ મથકમાં ગુનો નોંધાવા પામ્યો છે.

ખૂનની ઘટનાની ઊંઝા પોલીસ મથકમાં મૃતકના ભાઈ શત્રુધન ભોલા મહતોએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેનો મૃતજનાર ભાઈ ધર્મેન્દ્ર ભોલા મહતો ઉ.વ.35 રહે.બેલારી, જિ.સમસ્તીપુર, બિહાર હાલ ઊંઝા ખાતે કામ કરતો હતો. જે બિહારના જ અન્ય ત્રણ લોકો સાથે વાણિજ્ય વેરા કચેરી આગળ ભેગા થયા હતા. જ્યાં અન્ય ત્રણ મિત્રો સાથે દારૂ પીવા મામલે રકઝક થઈ હતી. આ બાદ મામલો વધુ ઉગ્ર બનતાં મિત્રોએ ભેગા મળી મેટર પથ્થરથી માર માર્યો હતો. એટલેથી ન અટકી રૂમાલથી ગળે ટૂંપો દઈ ખૂન કરી દીધું હતું. આ અંગે ઊંઝા પોલીસે આઈપીસી મુજબ એકબીજાએ મદદગારી કરી જાહેરનામાનો ભંગ અંગે ગુનો નોંધ્યો છે. તેમજ ઘટનાની વધુ માહિતી એકઠી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ખૂન નિપજાવનાર ત્રણ આરોપીઓ

(૧) રુદલકુમાર સિકંદર યાદવ, રહે.બરખંડી ટોલા, થાના-મુબસીલ, જીલ્લો.ખગડીયા (બિહાર)

(ર) અમરેશકુમાર નિર્ધન મહતો, રહે.બિશનપુર, થાના-ભગવાનપુર જીલ્લો.બેગુસરાય (બિહાર)

(૩) પ્રદિપ હરકમા મહતો, રહે.બિસગવા (જયંતિગ્રામ), તા.તેગરા, જીલ્લો.બેગુસરાય (બિહાર) (નાસત ફરતો)