હત્યા@અમદાવાદ: ચોરીનો આરોપ મૂકનારી મહિલાની લાશ કૂવામાં ફેંકી દીધી

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર એવા અસલાલીના કાસીન્દ્રા ગામમાં રહેતી એક મહિલાની ત્રણ લોકોએ હત્યા કરી નાખી હતી. હદ તો ત્યાં થઈ કે ગામમાં જ રહેતા લોકો પર ચોરીનો આરોપ મૂકતા આ ત્રણેય લોકોએ મહિલાની કુહાડીના ઘા મારીને હત્યા કરી લાશ કૂવામાં નાખી દીધી હતી. અસલાલી પોલીસે આરોપીઓ કબૂલાત ન કરતા ઉલટ તપાસ કરી ધરપકડ
 
હત્યા@અમદાવાદ: ચોરીનો આરોપ મૂકનારી મહિલાની લાશ કૂવામાં ફેંકી દીધી

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર એવા અસલાલીના કાસીન્દ્રા ગામમાં રહેતી એક મહિલાની ત્રણ લોકોએ હત્યા કરી નાખી હતી. હદ તો ત્યાં થઈ કે ગામમાં જ રહેતા લોકો પર ચોરીનો આરોપ મૂકતા આ ત્રણેય લોકોએ મહિલાની કુહાડીના ઘા મારીને હત્યા કરી લાશ કૂવામાં નાખી દીધી હતી. અસલાલી પોલીસે આરોપીઓ કબૂલાત ન કરતા ઉલટ તપાસ કરી ધરપકડ કરી છે. આરોપીઓ પહેલા તો કબૂલાત નહોતા કરતા પણ કૂવામાં વિધવા મહિલાનો દુપટ્ટો હોવાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચતા આખરે આરોપીઓએ કબૂલાત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં રહેતા જશુભાઈ કાન્તીભાઈ ચુનારા રીક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે. તેમને બે ભાઇઓ તથા નવ બહેનો છે. તેમની એક બહેન શોભનાને કાસીન્દ્રામાં આવેલી પાંચ વિઘા જેટલી જમીન ખેતી કરવા આપી હતી. શોભનાબેન આ જમીનમાં ઓરડી બનાવી રહેતી હતી અને તેના બંને દીકરા આંબલી ગામમાં રહેતા હતા. ગત તા. 25મીએ શોભનાની દીકરી આરતીને છોકરો જન્મ્યો હોવાથી સવા મહીનો થતા સામાજિક વિધિ કરવા માટે આવ્યા હતા. વિધિ પૂરી કરી સાંજના પાંચેક વાગે કાસીન્દ્રા જવા માટે નીકળી ગયા હતા.

હત્યા@અમદાવાદ: ચોરીનો આરોપ મૂકનારી મહિલાની લાશ કૂવામાં ફેંકી દીધી
file photo

બુધવારે જશુભાઈના બહેન લક્ષ્‍મીબેન પર દૂરના સંબંધી અજયભાઇનો ફોન આવ્યો હતો કે શોભના માસી તેમની ઓરડીમાં દેખાતા નથી. ઓરડીના દરવાજામાં નીચે લોહીના લીસોટા જેવું દેખાય છે. જેથી આજુબાજુમાં શોભના બહેનની તપાસ કરતા શોભનાબેનની ઓરડીનો દરવાજો ખુલ્લો હતો અને અંદર ખાટલા ઉપર તથા નીચે લોહી પડેલું હતું. ઘરમાંથી લોહીના ધબ્બાવાળા લીસોટા ઘરની બહાર ખેતર સુધી દેખાતા હતા. શોધખોળ બાદ બે ત્રણ ખેતર બાદ આવતા કૂવા પર જઈને તપાસ તેમની લાશ ગોદડા સાથે કૂવામાંથી મળી હતી. આખરે અસલાલી પોલીસને જાણ કરાતા પોલીસે ત્યાં જઈને તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા કૂવા ઉપર આવેલી ઝાડની ડાળી ઉપર દુપટ્ટો ભરાવેલો હતો. કૂવાની અંદર ગોદડા તથા શોભનાની લાશ ઊંધી પડેલી હતી. શોભનાના માથામાં આગળના ભાગે કપાળ ઉપર તથા આંખના ભાગે ગંભીર ઇજા હતી. તપાસમાં આંખ ફોડી નાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે. ટી. કામરીયાએ જણાવ્યું કે, આરોપી પરેશ ચુનારા પર શોભનાએ ચોરીનો આરોપ મૂક્યો હતો. જેથી કીરણ તળવી અને રાજુ ઠાકોર સાથે મળી તેની ઓરડીમાં જઈને આવેશમાં આવીને તેની કુહાડીના ઘા મારી મોડી રાત્રે હત્યા કરી નાખી હતી. પુરાવા છૂપાવવા અને પોલીસ ન પકડે તે માટે લાશને બે ત્રણ ખેતર દૂર આવેલા કૂવામાં નાખી દેવામાં આવી હતી. અસલાલી પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.