માન્યતાઃ આ સ્થળ પર ફરવા જાઓ તો ધ્યાન રાખજો, નદીને અડતાં ગાયબ થઈ જાય છે વ્યક્તિ

અટલ સમાચાર, ડેસ્ક આ નદી અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ આત્માનો સાયો છે કે નહીં તેને વિશે કોઈ ખાસ માહિતી મળી રહી નથી, પણ લોકોના આધારે જે રીતે અહીં વારેઘડી મોત થતા રહે છે અને રડવાની અને ચીસો પાડવાના અવાજો આવે છે તેનાથી લોકોના મનમાં ડર બેસી ગયો છે. આ કારણ છે કે અહીં કોઈ
 
માન્યતાઃ આ સ્થળ પર ફરવા જાઓ તો ધ્યાન રાખજો, નદીને અડતાં ગાયબ થઈ જાય છે વ્યક્તિ

અટલ સમાચાર, ડેસ્ક

આ નદી અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ આત્માનો સાયો છે કે નહીં તેને વિશે કોઈ ખાસ માહિતી મળી રહી નથી, પણ લોકોના આધારે જે રીતે અહીં વારેઘડી મોત થતા રહે છે અને રડવાની અને ચીસો પાડવાના અવાજો આવે છે તેનાથી લોકોના મનમાં ડર બેસી ગયો છે. આ કારણ છે કે અહીં કોઈ વ્યક્તિ જોવા મળતું નથી. પશ્ચિમી દિલ્હીના રોહિણી વિસ્તારમાં વહેતી એક નદી છે. તેની આસપાસ હરિયાળી અને સુંદર વ્યૂની પણ મજા મળી શકે છે. આ વિસ્તાર દેખાવમાં જેટલો સુંદર છે એટલો જ ખતરનાક પણ છે. આ નદીને ખૂની ખાણ ઝીલ કે ખૂની નદી પણ કહેવામાં આવે છે. અહીંના લોકોનું માનીએ તો તેઓએ આ વિસ્તારમાં રાતે રડવાની અને ચીસો પાડવાના અવાજો પણ સાંભળ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી અનુસાર આ નદીને ખૂની નદી એટલા માટે કહેવાય છે ત્યાં 1857ની લડાઈના સમયે જે પણ બાગી કે અંગ્રેજ મૃત્યુ પામ્યા હતા તેમની લાશોને આ નદીમાં ફેંકી દેવામાં આવતી હતી. ત્યારથી આ નદીને ખૂની નદી માની લેવામાં આવી છે. અહીં રહેનારા લોકો માને છે કે આ નદીના પાણીને જે પણ અડે છે તેને નદી ગળી જાય છે. આ સાથે તેની બોડી પણ મળતી નથી. અહીં અત્યાર સુધીમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હવે આ મોતનું કારણ સુસાઈડ છે કે અન્ય તે તો ખબર નહીં. પણ લોકોનો દાવો છે કે જે લોકો અહીં મૃત્યુ પામે છે તેમની આત્મા અહીં રહેનારા લોકોને પરેશાન કરે છે અને જીવ લઈ લે છે.