નડાબેટ: B.A.M.S & B.H.M.S ડોકટરોની મીટીંગ, ૩ તાલુકાના તબીબો હાજર રહ્યા

અટલ સમાચાર, વડગામ ( દશરથ ઠાકોર) સુઇગામ વાવ થરાદ તાલુકાના બી.એ.એમ.એસ અને બી.એચ.એમ.એસ ડોકટર્સ ની જનરલ મીટીંગ નડાબેટ ખાતે રવિવારે યોજાઈ હતી. જેમાં ત્રણેય તાલુકાના ડોકટરોએ પરિવાર સાથે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. મીટીંગમાં વર્ષ 2019-20 ના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ડૉ વૈભવ રાવળ થરાદ ઉપપ્રમુખ તરીકે ડૉ પ્રવીણસિંહ ચૌહાણ
 
નડાબેટ: B.A.M.S & B.H.M.S ડોકટરોની મીટીંગ, ૩ તાલુકાના તબીબો હાજર રહ્યા

અટલ સમાચાર, વડગામ ( દશરથ ઠાકોર)

સુઇગામ વાવ થરાદ તાલુકાના બી.એ.એમ.એસ અને બી.એચ.એમ.એસ ડોકટર્સ ની જનરલ મીટીંગ નડાબેટ ખાતે રવિવારે યોજાઈ હતી. જેમાં ત્રણેય તાલુકાના ડોકટરોએ પરિવાર સાથે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. મીટીંગમાં વર્ષ 2019-20 ના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ડૉ વૈભવ રાવળ થરાદ ઉપપ્રમુખ તરીકે ડૉ પ્રવીણસિંહ ચૌહાણ વળાદર તથા ડૉ નરેન્દ્ર ખત્રી વાવ મંત્રી તરીકે ડૉ હિતેન્દ્ર શ્રીમાળી થરાદ તથા ખજાનચી તરીકે ડૉ ભરત રાઠોડ ની વરણી કરવામાં આવી હતી.

નવા ચૂંટાયેલા પ્રમુખ ડૉ વૈભવ રાવલે સંગઠન ને મજબૂત ને કરી અનેક સેવાકીય કાર્ય કરવા ડૉક્ટર મિત્રો ને અપીલ કરી હતી મીટીંગ બાદ પુરૂષો-સ્ત્રીઓ બાળકો માટે વિવિધ મનોરંજન રમતો તેમજ ઇનામ વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ રીતેશભાઈ પ્રજાપતિ એ કર્યું હતું તથા કાર્યક્રમ ને સફળ બનાવવા સુઇગામ ના ડૉ શંકરભાઇ સુથાર અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી હતી.