નર્મદા@હારીજ: ખેડૂતોને ”અરાજક તત્વો” કહી અધિકારીએ નામજોગ ફરીયાદ આપી

અટલ સમાચાર, હારીજ હારીજ પંથકની નર્મદા કેનાલને લઇ સામે આવતાં સમાચારોની હરોળમાં સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો છે. વારંવાર ખેડૂતોની નારાજગી વચ્ચે આ વખતે ખુદ અધિકારીએ રોષે ભરાઇ ફરીયાદ અરજી આપતા ચકચાર મચી ગઇ છે. કેનાલ નજીક બકનળી મૂકી અન્યોને સિંચાઇનું પાણી ન મળે તેવી હરકત કરતા હોવાનો આક્ષેપ મુકી અધિકારીએ ખેડૂતોને અરાજક તત્વો કહ્યા
 
નર્મદા@હારીજ: ખેડૂતોને ”અરાજક તત્વો” કહી અધિકારીએ નામજોગ ફરીયાદ આપી

અટલ સમાચાર, હારીજ

હારીજ પંથકની નર્મદા કેનાલને લઇ સામે આવતાં સમાચારોની હરોળમાં સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો છે. વારંવાર ખેડૂતોની નારાજગી વચ્ચે આ વખતે ખુદ અધિકારીએ રોષે ભરાઇ ફરીયાદ અરજી આપતા ચકચાર મચી ગઇ છે. કેનાલ નજીક બકનળી મૂકી અન્યોને સિંચાઇનું પાણી ન મળે તેવી હરકત કરતા હોવાનો આક્ષેપ મુકી અધિકારીએ ખેડૂતોને અરાજક તત્વો કહ્યા છે. પાણીનો બગાડ કરતા હોવાના આરોપસર નર્મદાના અધિકારીએ કુલ 15 ખેડુતો વિરૂધ્ધ હારીજ પોલીસ મથકે નામજોગ ફરીયાદ અરજી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નર્મદા@હારીજ: ખેડૂતોને ”અરાજક તત્વો” કહી અધિકારીએ નામજોગ ફરીયાદ આપી

પાટણ જીલ્લાની હારીજ સબ બ્રાંચ કેનાલમાંથી બોરતવાડા ડીસ્ટ્રી તથા તેની માઇનોર કેનાલ નીકળે છે. આ કેનાલમાંથી સંબંધિત ખેડૂતોને પાણી મળી રહે તે માટે હારીજ-શંખેશ્વર રોડ પર આવેલી નર્મદાની કચેરી દ્રારા થતી કામગીરી વચ્ચે ખેડૂતોની બુમરાડ રહે છે. આ દરમ્યાન અમુક અરાજક તત્વો દ્રારા પોતાના સ્વાર્થ અને એકબીજાના દ્રેશભાવના કારણે કેનાલ પરના છેવાડાના ખેડૂતોને પાણી પહોચતું નથી. આ સાથે કેનાલ ઊભરાય અને તૂટી જાય તે હદે અમુક તત્વો ગેરકાયદેસર બકનળી મૂકી પાણીનો બગાડ કરતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત થઇ છે.

નર્મદા@હારીજ: ખેડૂતોને ”અરાજક તત્વો” કહી અધિકારીએ નામજોગ ફરીયાદ આપી

બ્રાન્ચ કેનાલના નાયબ કાર્યપાલક ઇજનેર વિજય ચૌધરીએ બોરતવાડા માઇનોરમાં અનઅધિકૃત રીતે કાંણા પાડી,
કેનાલમાં આડશો મૂકી, બકનળી દ્રારા પોતાના જ ગામના પાછળના ખેડૂતોને પાણી ન મળે તેવા પ્રયાસો કરતા ખેડૂતો વિરૂધ્ધ હારીજ પોલીસ સ્ટેશને અરજી આપી છે. અધિકારીએ કુલ ‌15 ખેડૂતો સામે જાણવાજોગ અરજી આપ્યા બાદ વહીવટી અને ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીના વલણને પગલે ખેડૂતોમાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે.

આ ખેડૂતો વિરૂધ્ધ અધિકારીએ કરી રજૂઆત

  • કિરણભાઇ દેસાઇ (લાલબાગ) ગામ તંબોળીયા,
  • ચૌધરી ભારમલભાઇ અમથાભાઇ ગામ બોરતવાડા,
  • ચૌધરી રમેશભાઇ હેમરાજભાઇ ગામ બોરતવાડા,
  • ચૌધરી વાલાભાઇ કરશનભાઇ ગામ બોરતવાડા,
  • ચૌધરી ભેમાબાઇ નાથાભાઇ ગામ બોરતવાડા,
  • ચૌધરી ભરતભાઇ લક્ષમણભાઇ ગામ બોરતવાડા,
  • ચૌધરી રામસીંહભાઇ બીજલભાઇ ગામ બોરતવાડા,
  • ચૌધરી હેમરાજભાઇ નાથાભાઇ ગામ બોરતવાડા,
  • ચૌધરી ગોવિંદભાઇ બળવંતભાઇ ગામ બોરતવાડા,
  • ચૌધરી શંકરભાઇ જેમાભાઇ ગામ બોરતવાડા,
  • કુંભાર વજાભાઇ વીસાભાઇ ગામ બોરતવાડા,
  • આનંદ કુમાર વિરાભાઇ ચૌધરી ગામ બોરતવાડા,
  • સંજયભાઇ સેંધાભાઇ ચૌધરી ગામ બોરતવાડા,
  • રોહીતભાઇ રઘુભાઇ ચૌધરી ગામ બોરતવાડા,
  • અનિલકુમાર રાયમલભાઇ ગામ બોરતવાડા