નર્મદાઃ કોરોનામાં બુટલેગરે દારૂ ઘૂસાડવા માટે ગજબનો કીમિયો અપનાવ્યો

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો તરફથી નીત નવાં કીમિયા કરવામાં આવે છે. તાજેતરમાં નર્મદા જિલ્લામાં એલસીબીએ એક બુટલેગરની ધરપકડ કરી છે. આ બુટલેગર તરફથી દારૂ ઘૂસાડવા માટે નવો જ કીમિયો અપમાવવામાં આવ્યો હતો. પ્રથમ નજરે જોતા એવું લાગે કે બુટલેગર પાસે કંઈ નથી. પરંતુ થોડી તપાસ કરતા એવી હકીકત સામે આવી કે
 
નર્મદાઃ કોરોનામાં બુટલેગરે દારૂ ઘૂસાડવા માટે ગજબનો કીમિયો અપનાવ્યો

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો તરફથી નીત નવાં કીમિયા કરવામાં આવે છે. તાજેતરમાં નર્મદા જિલ્લામાં એલસીબીએ એક બુટલેગરની ધરપકડ કરી છે. આ બુટલેગર તરફથી દારૂ ઘૂસાડવા માટે નવો જ કીમિયો અપમાવવામાં આવ્યો હતો. પ્રથમ નજરે જોતા એવું લાગે કે બુટલેગર પાસે કંઈ નથી. પરંતુ થોડી તપાસ કરતા એવી હકીકત સામે આવી કે પોલીસ પણ માથું ખંજવાળવા લાગી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નર્મદા જિલ્લાના વણઝર ગામના બુટલેગરની પોલીસે અંગ્રેજી દારૂની બોટલો સાથે ધરપકડ કરી છે. આ બુટેલગરે દારૂ ઘૂસાડવા માટે નવો કીમિયો અપનાવ્યો હતો. બુટલેગરે પોતાના શરીર પર દારૂની બટોલો બાંધી દીધી હતી. બોટલોને છાતી, પેટ અને પીઠના ભાગે રાખીને પ્લાસ્ટિકથી બાંધી દેવામાં આવી હતી. જે બાદમાં તેના પર ટી-શર્ટ પહેરી લેવામાં આવ્યું હતું. ટી-શર્ટ ઉપર બુટલેગરો શર્ટ પહેરી લીધો હતો. એટલે કે પ્રથમ નજરે કોઈને જરા પણ એવું ન લાગે કે બુટલેગર દારૂ લઈને જઈ રહ્યો છે.

પોલીસે આ બુટલેગરની ધરપકડ કરીને તેનો શર્ટ અને ટી-શર્ટ ઉતરાવ્યા હતા. તે બાદમાં જે દ્રશ્ય સામે આવ્યું હતું તેને જોઈને ચેકિંગ પર રહેલા પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસે આ બુટલેગરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આ પહેલા કારના LPG સિલિન્ડરમાં, દૂધના ટેન્કરમાં ખાના બનાવીને, કારની અંદર ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી થતી હોવાનો અનેક બનાવો સામે આવ્યા છે. નર્મદાના બુટલેગરે આ બધાથી પર નવો જ કીમિયો અજમાવ્યો છે.