દુર્ઘટનાઓઃ થરાદની મુખ્ય કેનાલમાંથી 2 દિવસમાં ત્રણ લાશ મળી આવતાં ખળભળાટ

બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી.  ઘટનાની જાણ થરાદ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલમાંથી મૃતદેહ મળી આવતા આત્મહત્યા કે પછી હત્યાનું કારણ અકબંધ છે. 
 
થરાદ

અટલ સમાચાર, ડેસ્ક

થરાદની મુખ્ય કેનાલમાંથી બે દિવસમાં ત્રણ લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે ભાપી ગામ સાયફન નજીક પાણીમાં તરતા બે મૃતદેહ જોવા મળ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યા હતા. બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી.  ઘટનાની જાણ થરાદ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલમાંથી મૃતદેહ મળી આવતા આત્મહત્યા કે પછી હત્યાનું કારણ અકબંધ છે. 

સુત્રોએ જણાવ્યુ હતુ કે આ બનાવને પગલે લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અને હત્યા કે આત્મ હત્યા છે તે જાણવા મળેલ નથી. પોલીસે આ બનાવને પગલે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બીજા બનાવમાં ગુજરાતમાં 3-3 કરુણ મોતઃ ભાવનગરમાં કૂવામાં પડી જતાં કિશોરનું મોત, છરીથી ચાલતી મજાકમાં યુવકનું થયું મોત

ભાવનગર : ગુજરાતમાં આજે બે બાળકો અને એક યુવકના કરુણ મોતની ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે તરૂણનું અકસ્માતે કુવામાં પડી જતા મોત નીપજ્યું છે. ખેડૂત પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો મહુવાથી સામે આવ્યો છે. હમીર પરમાર નામના ૧૫ વર્ષીય કિશોરનું કુવામાં પડી જવાથી મોત થયું છે. મૂળ સાવરકુંડલાનું પરિવાર મહુવાના મોટાખુટવડા ગામે ધીરુભાઈ પટેલની વાડીમાં ખેતીવાડી કરીને ગુજરાત ચલાવી રહ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ૧૫ વર્ષિય કિશોરને પી.એમ અર્થે મહુવાના મોટાખુટવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ છે.