રમત@ક્રિકેટ: ભારતે પહેલી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું

પહેલી વન-ડેમાં કોહલીએ 74 રન બનાવ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતે પહેલી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું. આની સાથે જ ટીમ ઈન્ડિયા 5 મેચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે.

ઑકલેન્ડના ઇડન પાર્કમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. અર્શદીપ સિંહની 4 વિકેટની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમ 40.2 ઓવરમાં 185 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ગુરનૂર બરારે પણ 3 વિકેટ લીધી.

વરસાદના કારણે ભારતને 32 ઓવરમાં 143 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. ટીમે 22.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને તેને ચેઝ કરી લીધો. વિરાટ કોહલીએ 51 બોલ પર 74 રનની ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. કેપ્ટન શુભમન ગિલે 56 બોલ પર 37 રન બનાવ્યા.