નવરાત્રી 2020: આજે માતાજીના પ્રથમ નવલા નોરતે અંબાજીમાં ઘટસ્થાપન કરાયું

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના સંકટ વચ્ચે આ વર્ષે નવરાત્રી પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે. પરંતુ માતાજીની આરતી અને પ્રસાદ ચાલું હોવાથી આજ રોજ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માં અંબાના નિજ મંદિરમાં 9 કલાકે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઘટસ્થાપનની સાથે જ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે. અને માં અંબાના ભક્તો આજ થી
 
નવરાત્રી 2020: આજે માતાજીના પ્રથમ નવલા નોરતે અંબાજીમાં ઘટસ્થાપન કરાયું

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના સંકટ વચ્ચે આ વર્ષે નવરાત્રી પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે. પરંતુ માતાજીની આરતી અને પ્રસાદ ચાલું હોવાથી આજ રોજ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માં અંબાના નિજ મંદિરમાં 9 કલાકે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઘટસ્થાપનની સાથે જ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે. અને માં અંબાના ભક્તો આજ થી નવ દિવસ સુધી માં અંબાની સાધના આરાધના કરી પુણ્યનું ભાથું બાંધશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા શક્તિપીઠ અંબાજી માં આવેલ અતિ પવિત્ર એવા માં અંબાના નિજ મંદિરમાં ભક્તો વિધિ ધ્વારા ભટ્ટજી મહારાજે સમગ્ર ધાર્મિક વાતાવરણ માં ઘટસ્થાપના કરી હતી. આ ઘટસ્થાપનની સાથે જ સમગ્ર ગુજરાતમાં નવરાત્રી નો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે આ પર્વના પ્રથમ દિવસે અંબાજીમાં માનવ મેહરામણ માં અંબાના દર્શને ઉમટી પડ્યું હતું.