નવરાત્રીઃ આ 11 કાર્યો જરાય ન કરવા જોઈએ જેનાથી દેવી કોપાયમાન થાય

અટલ સમાચાર, ડેસ્ક નવરાત્રિના પવિત્ર અવસરે દેવી ભગવતીની ધરતી પર પધરામણી થઈ ગઈ છે. ભક્તો તેમની આરાધનામાં લાગ્યા છે. નવરાત્રિનો સમય ખુબ જ શુભ અને મનોકામના પૂર્ણ કરનારો ગણાય છે. પરંતુ દેવીને પ્રસન્ન કરવા માટે તમારે પૂજાપાઠ સાથે કેટલીક સાવધાનીઓ પણ વર્તવાની જરૂર છે. નવરાત્રિ દરમિયાન એવા કાર્યો જરાય ન કરવા જોઈએ જેનાથી દેવી કોપાયમાન
 
નવરાત્રીઃ આ 11 કાર્યો જરાય ન કરવા જોઈએ જેનાથી દેવી કોપાયમાન થાય

અટલ સમાચાર, ડેસ્ક

નવરાત્રિના પવિત્ર અવસરે દેવી ભગવતીની ધરતી પર પધરામણી થઈ ગઈ છે. ભક્તો તેમની આરાધનામાં લાગ્યા છે. નવરાત્રિનો સમય ખુબ જ શુભ અને મનોકામના પૂર્ણ કરનારો ગણાય છે. પરંતુ દેવીને પ્રસન્ન કરવા માટે તમારે પૂજાપાઠ સાથે કેટલીક સાવધાનીઓ પણ વર્તવાની જરૂર છે. નવરાત્રિ દરમિયાન એવા કાર્યો જરાય ન કરવા જોઈએ જેનાથી દેવી કોપાયમાન થાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

– નવરાત્રિમાં નવ દિવસનું વ્રત રાખનારા લોકોએ દાઢી મૂંછ, વાળ, નખ કાપવા જોઈએ નહીં. આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું ખુબ શુભ હોય છે.
– નવરાત્રિમાં નાની બાળકીઓ સાથે કારણ વગર મારપીટ કરવી જોઈએ નહીં.
– નારીશક્તિનું સન્માન કરો, અશ્લિલતા બિલકુલ ન કરવી.
– જો તમે નવરાત્રિમાં કળશ સ્થાપના કરો છો, માતાની ચોકીનું આયોજન કરી રહ્યા છો કે અખંડ જ્યોતિ પ્રગટાવો છો તો આ દિવસે ઘર ખાલી રાખવું નહીં.
– કારણ વગર ઝઘડા ન કરવા, અપશબ્દો ન બોલવા.
– તામસી ભોજન ન કરવું જોઈએ, ખાવામાં ડુંગળી, લસણ અને માંસાહાર બિલકુલ ન કરવો જોઈએ.
– વ્રત રાખનારા લોકોએ ચામડાની વસ્તુઓ જેમ કે બેલ્ટ, જૂતા-ચપ્પલ, બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
– વ્રત રાખનારા લોકોએ નવ દિવસ સુધી લીંબુ ન કાપવા જોઈએ.
– કારણ વગર પોાતની શક્તિના વખાણ ન કરો, વાંરવાર કોઈને ન જણાવો કે હું કઈ પણ ખાધા પીધા વગર કે અન્ય રીતે ઉપવાસ કરું છું.
– જે સ્થળે તમે ધ્યાન કે ઉપાસના કરી રહ્યા હોવ, બહારની વ્યક્તિઓને તે સ્થળથી દૂર રાખો, પવિત્રતા જાળવો.
– કોઈની ટીકા કે બુરાઈ ન કરો.
– વ્રતમાં નવ દિસ સુધી ખાવામાં અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ.
– ખાવામાં સાબુદાણા, સિંધવ મીઠુ, બટાકા, સૂકો મેવો, મગફળી વગેરેનું સેવન કરવું જોઈએ