નવસારીઃ એક જ દિવસમાં બળાત્કારની 2 ઘટના, 3 પિતરાઈ ભાઈએ બહેનને પીંખી નાખી

અટલ સમાચાર, ડેસ્ક નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એક ગામની ઘટનામાં બાળકીના નગ્ન ફોટા વાઇરલ કરનાર જ ફોટા ડીલીટ કરવાની વાત કરીને ખેતરમાં લઇ જાય છે અને ત્યારબાદ મોકાનો લાભ લઈને બાળકીને ખેતરમાં કુમાર્યાભંગ કરી નાખે છે, જે સમગ્ર હકીકતની જાણકારી પરિવારને થતા પરિવારે પોલીસનું શરણું લઈને ફરિયાદ કરી છે. જોકે આ બાબત હવે ગંભીર બનતી
 
નવસારીઃ એક જ દિવસમાં બળાત્કારની 2 ઘટના, 3 પિતરાઈ ભાઈએ બહેનને પીંખી નાખી

અટલ સમાચાર, ડેસ્ક

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એક ગામની ઘટનામાં બાળકીના નગ્ન ફોટા વાઇરલ કરનાર જ ફોટા ડીલીટ કરવાની વાત કરીને ખેતરમાં લઇ જાય છે અને ત્યારબાદ મોકાનો લાભ લઈને બાળકીને ખેતરમાં કુમાર્યાભંગ કરી નાખે છે, જે સમગ્ર હકીકતની જાણકારી પરિવારને થતા પરિવારે પોલીસનું શરણું લઈને ફરિયાદ કરી છે. જોકે આ બાબત હવે ગંભીર બનતી જાય છે જે આવનાર પેઢી માટે ચિંતા અને ચિંતનનો વિષય બન્યો છે.

આરોપી મહેશ માછી જે નવસારી જિલ્લાના વાવ ગામનો છે, જે પેહલા તો બાળકીના નગ્ન ફોટા પાડીને માનસિક વિકૃતિનું કામ કર્યું અને ત્યારબાદ ફોટા સોસીયલ મીડિયા પર મૂકીને આબરૂના ધજાગરા ઉડાડયા તેનાથી પણ નરાધમનું પેટ ભરાયું નઈ અને બાળકીને ફોટા ડીલીટ કરવાની વાત કરીને ખેતરમાં લઇ ગયો અને જબરજસ્તી પોતાની હેવાનીયતની આગ બુઝાવી દીધી, જેને લઈને આજે નરાધમ પોલીસના પાંજરે પુરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તો બીજી ઘટનામાં ત્રણ સગીર વયના પીતરાઈ ભાઈઓએ બહેનને હવસનો શિકાર બનાવી પીખી નાખવાની ઘટના સામે આવી છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના જ વધુ એક ગામમાં બળાત્કાર પોલીસ ફરિયાદ નોંધાઇ છે, જેનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે 12 વર્ષીય બાળકીને માસિકધર્મ ન આવતા વલસાડ સિવિલમાં દાખલ કરવી પડી, જ્યા માતા પિતાએ પૂછપરછ કરતા નજીકના પિતરાઈ ભાઈઓએ ગેગરેપ કર્યાનો તથ્ય બહાર પડતા પગ નીચે થી જમીન સરકી ગયાનો એહસાસ થયો હતો ગેગરેપ કરનાર 3 ઈસમો કાયદાના સંઘર્ષમાં આવી ગયા છે.

નજીકના વ્યક્તિ ગણાતા લોકો પર પણ વિશ્વાસ કરવો ભારે પડી શકે છે, બાળકીના ઘરમાં ઘુસીને એક પછી એક ઈસમ બાળકીને પીખી નાખતા હતા અને કોઈ કૃત્ય ના કર્યું હોય એવું રોજીંદુ જીવન ગુજરવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ બાળકીને ગર્ભ રહી જતા તમામ પિતરાઈ ભાઈઓનું કૃત્ય બહાર આવ્યું છે. મહત્વીન વાત એ છે કે, દુષ્કર્મ કરનાર ત્રણ આરોપીઓની ઉંમર 14,13,10 વર્ષની છે.