નવસારીઃ પાક પર પાણી ફરી વળતાં યુવાન ખેડૂતે કર્યો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં હાલમાં જ કમોસમી વરસાદ પડ્યો હતો જેણે એક યુવાન ખેડૂતનો ભોગ લીધો છે. નવસારીના એક ગામમાં ખેડૂતે કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાન ગયું હતું જેને કારણે માથા પરના દેવાઓનો બોઝો ઉતરી શકે તેમ ન જણાતા આખરે ઔરંગા નદી પરમાં કુદી જઈને મોત વ્હાલું કર્યું હતું. ખેડૂતે આત્મહત્યા કરી લીધી તેવી વાયુ
 
નવસારીઃ પાક પર પાણી ફરી વળતાં યુવાન ખેડૂતે કર્યો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હાલમાં જ કમોસમી વરસાદ પડ્યો હતો જેણે એક યુવાન ખેડૂતનો ભોગ લીધો છે. નવસારીના એક ગામમાં ખેડૂતે કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાન ગયું હતું જેને કારણે માથા પરના દેવાઓનો બોઝો ઉતરી શકે તેમ ન જણાતા આખરે ઔરંગા નદી પરમાં કુદી જઈને મોત વ્હાલું કર્યું હતું. ખેડૂતે આત્મહત્યા કરી લીધી તેવી વાયુ વેગે વાત ફેલાઈ હતી. લોકોમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે બનાવની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી ખાતે આવેલા ખેર ગામના યુવાન ખેડૂત એવા અજય પટેલે પોતાના ભાઈને ફોન કર્યો અને કહ્યું કે તે ખેતીમાં નુકસાન થતાં દેવું ચુકવી શકે તેમ નથી તેથી તે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. આ ફોન પછી અજયની કાર ઔરંગ નદીના પુલ પાસે મળી આવી હતી. ફાયર બ્રીગેડ દ્વારા પણ જાણ કરાતા તાબડતોબ સ્થળ પર પહોંચી ખેડૂતની લાશ શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અજય પટેલે પડતું મુક્તા પહેલા લેણદારોના નામ અને તેમની ચુકવણીની રકમ અંતિમ ચિઠ્ઠીમાં લખી હતી. તેમની લાશ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.