નવસારી: ખંડણીખોર વસીમ બિલ્લા ઉપર ફાયરિંગ, કારમાં જ મોત

અટલ સમાચાર,ડેસ્ક નવસારીનાં કુખ્યાત ખંડણીખોર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા પર ગઇકાલે મોડી સાંજે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાક મચી ગઇ હતી. નવસારીનાં મણિનગર પાસે કારમાં વસીમ બિલ્લા કારમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમા વસીમને છાતીનાં ભાગે ગંભીર ઇજા પહોંચી
 
નવસારી: ખંડણીખોર વસીમ બિલ્લા ઉપર ફાયરિંગ, કારમાં જ મોત

અટલ સમાચાર,ડેસ્ક

નવસારીનાં કુખ્યાત ખંડણીખોર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા પર ગઇકાલે મોડી સાંજે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાક મચી ગઇ હતી. નવસારીનાં મણિનગર પાસે કારમાં વસીમ બિલ્લા કારમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમા વસીમને છાતીનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહત્વનું છે કે, સુરત ઝાંપા બજાર ખાતે રહેતા વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા સુરત ખાતે કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈ ખંડણી ઉઘરાવતો હતો. તડીપાર વસીમ બિલ્લા નવસારીમાં રિંગરોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો.

નવસારી: ખંડણીખોર વસીમ બિલ્લા ઉપર ફાયરિંગ, કારમાં જ મોત

ગઈકાલ રાત્રે વસીમ કાર લઈને નવસારીનાં છાપરા રોડ ખાતે ગયો હતો. વસીમ સાથે કોઈ સુરતનાં શખ્સ સાથે રૂ. 5 કરોડની લેતી-દેતીના મામલે ચારેક લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં જ મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી. વસીમનું બોડી બિલ્ડીંગમાં સારું નામ હોય તેણે બોલિવૂડ કલાકારો સાથે કામ કર્યું હતું. વસીમે સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિતનાં કલાકારો સાથે ફોટો પણ છે.