નવસારીઃ સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું 97 વર્ષની વયે નિધન

અટલ સમાચાર, ડેસ્ક સ્વાતંત્ર્ય સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું આજ રોજ નિધન થયુ છે. દિનકર દેસાઇને વડાપ્રધાન નરેદ્ર મોદીએ સન્માનિત કર્યા હતા. માંદગીના કારણે દિનકર દેસાઈનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. નવસારી જિલ્લાના એક માત્ર સ્વાતંત્ર્ય સેનાનીના નિધનને પગલે શહેરમાં શોકની લાગણી છવાઈ છે. સ્વાતંત્ર્ય સેનાની દિનકર દેસાઈ હંમેશા નવસારીના લોકોનાં
 
નવસારીઃ સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું 97 વર્ષની વયે નિધન

અટલ સમાચાર, ડેસ્ક

સ્વાતંત્ર્ય સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું આજ રોજ નિધન થયુ છે. દિનકર દેસાઇને વડાપ્રધાન નરેદ્ર મોદીએ સન્માનિત કર્યા હતા. માંદગીના કારણે દિનકર દેસાઈનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. નવસારી જિલ્લાના એક માત્ર સ્વાતંત્ર્ય સેનાનીના નિધનને પગલે શહેરમાં શોકની લાગણી છવાઈ છે. સ્વાતંત્ર્ય સેનાની દિનકર દેસાઈ હંમેશા નવસારીના લોકોનાં દિલમાં રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આઝાદીની લડાઈના સ્વાતંત્ર્ય સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું આજ રોજ નિધન થયું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર માંદગીના કારણે દિનકર દેસાઈએ 97 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. નવસારી જિલ્લાના એક માત્ર સ્વાતંત્ર્ય સેનાનીના નિધનના પગલે શહેરમાં શોકની લાગણી છવાઈ છે.

સ્વાતંત્ર્ય સેના તેમજ સદાય નવસારીવાસીઓનાં દિલમા વસનારા દિનકર દેસાઈના પુત્ર પીયૂષ દેસાઈ હાલ નવસારીના ધારાસભ્યનું પદ સંભાળી રહ્યાં છે. દિનકર દેસાઈ આઝાદીની લડાઈના સિપાહી હતા તેમજ ગણદેવીના પૂર્વ ધારાસભ્ય છે.97 વર્ષની જૈફ વયે દિનકર દેસાઈએ વહેલી સવારે પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. દિનકર દેસાઈ વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના હાથે સ્વતંત્રતા સેનાની તરીકે ત્રણવાર સન્માનિત થનાર એકમાત્ર સ્વાતંત્ર્ય સેનાની હતા. દિનકર દેસાઈ ગણદેવી વિધાનસભામાં બે ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નવસારીના વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઈના રાજકીય સફરના મુખ્ય માર્ગદર્શક પણ તેઓ રહ્યા છે.