બેદરકારી@ડીસા: નગરપાલિકામાં સત્તાધિશો ગાયબ, લાઇટ-પંખા ચાલુ

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) ભાજપ શાસિત ડીસા નગરપાલિકા હવે વીજળીના બચાવને લઇ વિવાદમાં આવી છે. પાલિકા ચીફ ઓફીસરની કેબિનમાં કોઇ ન હોવા છતાં વીજળીનો બેફામ વ્યય થઇ રહ્યો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચીફ ઓફીસર અગમ્ય કારણોસર રજા ઉપર ઉતરી ગયા હોવા છતાં તેમની કેબિનમાં વીજળીના વ્યયથી અનેક ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. સત્તાધિશોની
 
બેદરકારી@ડીસા: નગરપાલિકામાં સત્તાધિશો ગાયબ, લાઇટ-પંખા ચાલુ

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી)

ભાજપ શાસિત ડીસા નગરપાલિકા હવે વીજળીના બચાવને લઇ વિવાદમાં આવી છે. પાલિકા ચીફ ઓફીસરની કેબિનમાં કોઇ ન હોવા છતાં વીજળીનો બેફામ વ્યય થઇ રહ્યો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચીફ ઓફીસર અગમ્ય કારણોસર રજા ઉપર ઉતરી ગયા હોવા છતાં તેમની કેબિનમાં વીજળીના વ્યયથી અનેક ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. સત્તાધિશોની ખુરશી ખાલી હોવા છતાં પણ વીજળીના બેફામ વ્યયથી પાલિકા સવાલોની સ્થિતિમાં આવી છે.

બેદરકારી@ડીસા: નગરપાલિકામાં સત્તાધિશો ગાયબ, લાઇટ-પંખા ચાલુ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેદરકારી@ડીસા: નગરપાલિકામાં સત્તાધિશો ગાયબ, લાઇટ-પંખા ચાલુ

બનાસકાંઠા જીલ્લાની ડીસા પાલિકમાં વીજળીના વ્યયની તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પાલિકાના ચીફ ઓફીસર છેલ્લા કેટલાક દિવસોથી અગમ્ય કારણોસર રજા ઉપર ઉતરી ગયા છે. જોકે તેમની કેબિનમાં પંખા અને લાઇટો ચાલુ હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થઇ જતા અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર વીજળી બચાવી અભિયાન ચલાવી રહી છે ત્યારે પાલિકામાં આ અભિયાન માત્ર કાગળ ઉપર હોવાનું સામે આવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાયદાની જોગવાઇ મુજબ ચીફ ઓફીસર રજા ઉપર ઉતરે તો કોઇને ચાર્જ આપવાનો હોય છે. પરંતુ હજી સુધી કોઇને પણ ચીફઓફીસરનો ચાર્જ ન આપ્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

બેદરકારી@ડીસા: નગરપાલિકામાં સત્તાધિશો ગાયબ, લાઇટ-પંખા ચાલુ

પાલિકાના ચીફ ઓફીસરની ચેમ્બરમાં ટ્યુબલાઇટ-પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. આ સાથે પાલિકાના સત્તાધિશોની ખુરશી પણ ખાલી હાલતમાં જોવા મળતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.