બેદરકાર@તંત્રઃ બનાસકાંઠામાં અનેક કેનાલો જર્જરિત હાલતમાં, આફત દરવાજે ઉભી

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ જિલ્લા માટે જીવાદોરી સમાન છે. પરંતુ તંત્રની અદેખાઈથી અવાર-નવાર ગાબડાં પડવાથી ખેડૂતોને પાક સહિત જમીનનું ભારે ધોવાણની ઘટનાઓ બને છે. દિયોદર-ભાભરમાંથઈ પસાર થતી કેનાલમાં તિરાડો પડી જતાં વાવ ધારાસભ્યએ જાત મુલાકાત લઈ તંત્રનું ધ્યાન દોર્યું હતું. જોકે, પાટણ જિલ્લામાં પણ સ્થિતિ આવી જ હોવાથી
 
બેદરકાર@તંત્રઃ બનાસકાંઠામાં અનેક કેનાલો જર્જરિત હાલતમાં, આફત દરવાજે ઉભી

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ જિલ્લા માટે જીવાદોરી સમાન છે. પરંતુ તંત્રની અદેખાઈથી અવાર-નવાર ગાબડાં પડવાથી ખેડૂતોને પાક સહિત જમીનનું ભારે ધોવાણની ઘટનાઓ બને છે. દિયોદર-ભાભરમાંથઈ પસાર થતી કેનાલમાં તિરાડો પડી જતાં વાવ ધારાસભ્યએ જાત મુલાકાત લઈ તંત્રનું ધ્યાન દોર્યું હતું. જોકે, પાટણ જિલ્લામાં પણ સ્થિતિ આવી જ હોવાથી રાધનપુરમાં ગાબડું પડવાનો તાજો બનાવ બન્યો છે.

બેદરકાર@તંત્રઃ બનાસકાંઠામાં અનેક કેનાલો જર્જરિત હાલતમાં, આફત દરવાજે ઉભી

દિયોદર-ભાભરમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલોમાં તિરાડો પડી જવાથી ખેડૂતો પરેશાન બન્યા હતા. આફત પહેલા નર્મદા વિભાગનું ધ્યાન દોરાય તે માટે ખેડૂતોએ અધિકારીઓ સહિત રાજકારણીઓનું ધ્યાન દોર્યું હતું. જેથી સનેસડા-ફુલપુરાની વાવ કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રૂબરૂ મુલાકાત લીધી હતી. આ બાબતે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, મુખ્ય કેનાલની સાઈડ દબાઈ ગઈ છે. આ બાબતે નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી રજૂઆત કરી હતી.

કેનાલોની સાફ-સફાઈમાં આળશ રખાતાં નુકશાની વધી

બનાસકાંઠાની અનેક નાની-મોટી કેનાલોની સાફ-સફાઈ થતી નથી. કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલ સફાઈનું કામ સમયસર થતું ન હોવાથી કચરો એકઠો થઈ રહ્યો છે. પાણીનો જમાવડો કચરા અને ધૂળ સાથે થતાં પહેલાથી જ નબળી કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે.

રાધનપુરમાં સોમવારે ગાબડું પડવાનો બનાવ સામે આવ્યો

સોમવારે રાધનપુરમાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હતું. જેથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. એટલે ગાબડાં પડવાની ઘટનાઓ હજુ પણ રોકાતી નથી. આ બાબતે અધિકારીઓએ યોગ્ય નિરાકરણનો પ્લાન બનાવી નુકશાની પહેલા પાળ બાંધવાની યુક્તિ શોધી કાઢવી જોઈએ તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.