નેટવર્ક@દાંતા: મેસેજ નહીં જતાં મગફળી ખરીદી બંધની અફવા, મેનેજરે સ્પષ્ટતા કરી

અટલ સમાચાર, દાંતા દાંતાના સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ થવાની વાત અફવા હોવાનું સામે આવ્યુ છે. તંત્ર દ્રારા રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોને મેસેજ મોકલાયાં બાદ નેટવર્ક પ્રોબ્લેમને કારણે મેસેજ નહીં મળતાં મગફળી ખરીદી બંધની અફવા ફેલાઇ હતી. ગોડાઉન મેનેજરે જણાવ્યુ હતુ કે, મગફળીની ખરીદી સરકારે નિયત કરેલા 90 દિવસ સુધી ખરીદાશે. એક સપ્તાહથી સરકારી માલ ગોડાઉનમાં
 
નેટવર્ક@દાંતા: મેસેજ નહીં જતાં મગફળી ખરીદી બંધની અફવા, મેનેજરે સ્પષ્ટતા કરી

અટલ સમાચાર, દાંતા

દાંતાના સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ થવાની વાત અફવા હોવાનું સામે આવ્યુ છે. તંત્ર દ્રારા રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોને મેસેજ મોકલાયાં બાદ નેટવર્ક પ્રોબ્લેમને કારણે મેસેજ નહીં મળતાં મગફળી ખરીદી બંધની અફવા ફેલાઇ હતી. ગોડાઉન મેનેજરે જણાવ્યુ હતુ કે, મગફળીની ખરીદી સરકારે નિયત કરેલા 90 દિવસ સુધી ખરીદાશે. એક સપ્તાહથી સરકારી માલ ગોડાઉનમાં નિયત કરેલા ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદાઈ રહી છે. સરકારી માલ ગોડાઉનમાં એક જ દિવસમાં 1500 બોરી ઉપરાંતની આવક થવા પામી છે. નોંધનિય છે કે, સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ થવાની અફવા પંથકમાં ફેલાઇ જતાં ખેડૂતોમાં ભાગદોડની સ્થિતિ બની હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતાના સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ થઇ હોવાની વાત અફવા સાબિત થઇ છે. આ તરફ પંથકમાં વાત પ્રસરી જતાં રોજીંદી આવક કરતાં ખેડૂતોનો ઘસારો માલ ગોડાઉન તરફ જોવા મળ્યો હતો. સરકારી માલ ગોડાઉનમાં એક જ દિવસમાં 1500 બોરી ઉપરાંતની આવક થવા પામી છે. આ તરફ દાંતા તાલુકામાં 693 જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા બાદ 150 ખેડૂતો મગફળી આપી ચુક્યાં છે. આ સાથે બાકીના ખેડૂતોને પણ મેસેજ કરી દેવાયા હતા. પરંતુ નેટવર્કના પ્રોબ્લેમના કારણે મેસેજ ન પહોંચતાં તાલુકાના ખેડૂતોમાં હવે મગફળીની ખરીદી બંધ થવાની છે તેવી અફવા ફેલાઇ હતી.

સમગ્ર મામલે ગોડાઉન મેનેજરે જણાવ્યુ હતુ કે, મગફળીની ખરીદી સરકારે નિયત કરેલા 90 દિવસ સુધી ખરીદાશે. જોકે હાલ તબક્કે સરકારે ટેકાના ભાવ જાહેર કરતાં ખેડૂતો ખુશ છે. આ સાથે પોષણક્ષમ ભાવો પણ ખેડૂતોને મળી રહ્યા છે. આ તરફ ખેડૂતો પોતાની મગફળીને લઈ માલ ગોડાઉને પહોંચી રહ્યા છે તે જોતાં ગોડાઉનનો સ્ટાફ ઓછો હોવાનું જણાવી રહ્યા છે. આ સાથે સમય ન બગડે તે માટે વધુ સ્ટાફ રાખવા અને મગફળી તોલવા વધુ કાંટા મુકવાની પણ માંગ કરી રહ્યા છે.