નવું@પાટણ: મિટીંગ રૂમની બારીમાં સ્પિકર મૂકી યુનિવર્સિટી ગજવી, મુશ્કેલી સાંભળવા મજબૂર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ સ્થિત યુનિવર્સિટી પરિસરમાં ભાગ્યે જ જોવા મળે તેવી અને લડત આપતાં રજૂઆતકારોને નવું જણાવતી ઘટના બની છે. છેલ્લા કેટલાય સમયથી પુન:મુલ્યાંકન શરૂ કરાવવા ઝઝૂમતા યુવાને કંઈક અલગ જ રીતે રજૂઆત કરી છે. એકસાથે તમામ સત્તાધિશોને પોતાની સમસ્યા સંભળાવવા મજબૂર કરી દીધા હતા. બરાબર યુનિવર્સિટીની કારોબારી બેઠક ચાલું હતી ત્યારે
 
નવું@પાટણ: મિટીંગ રૂમની બારીમાં સ્પિકર મૂકી યુનિવર્સિટી ગજવી, મુશ્કેલી સાંભળવા મજબૂર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ સ્થિત યુનિવર્સિટી પરિસરમાં ભાગ્યે જ જોવા મળે તેવી અને લડત આપતાં રજૂઆતકારોને નવું જણાવતી ઘટના બની છે. છેલ્લા કેટલાય સમયથી પુન:મુલ્યાંકન શરૂ કરાવવા ઝઝૂમતા યુવાને કંઈક અલગ જ રીતે રજૂઆત કરી છે. એકસાથે તમામ સત્તાધિશોને પોતાની સમસ્યા સંભળાવવા મજબૂર કરી દીધા હતા. બરાબર યુનિવર્સિટીની કારોબારી બેઠક ચાલું હતી ત્યારે મિટીંગ હોલની બારીએ યુવાન પહોંચી ગયો હતો. મિટીંગ રૂમની બારીમાં જ હેવી સ્પિકર મૂકી માઇક ઉપર રજૂઆત શરૂ કરી દીધી હતી. ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરી યુવાને એકસાથે તમામ સત્તાધિશોને પોતાની વાત સાંભળવા કેન્દ્રિત કર્યા હતા. ચાલુ મિટીંગ અચાનક એકલવીરનો સ્પિકર ઉપર અવાજ સાંભળી વાઇસ ચાન્સેલર સહિતના ચોંકી ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગઈકાલે બુધવારે કારોબારી બેઠક મળી હતી. મિટીંગમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા દરમ્યાન અચાનક સ્પિકર ઉપર મોટો અવાજ સાંભળી ઉપસ્થિતો અવાક્ બની ગયા હતા. સભાના એજન્ડા ઉપરની ચર્ચા અચાનક થોભી ગઈ અને વાઇસ ચાન્સેલર સહિતનાનુ ધ્યાન બારી ઉપર ખેંચાયું હતુ.

હકીકતે યુનિવર્સિટી હેઠળની બરોડા સ્થિત પેરા મેડિકલ કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સમસ્યા રજૂ કરવા આવ્યો હતો. ભૂતકાળમાં અનેકવાર રજૂઆત કરીને આખરે કારોબારીને એકસાથે સમસ્યા રજૂ કરવા સ્પિકર સાથે દોડી આવ્યો હતો. કારોબારી બેઠકના હોલની બારી ઉપર હેવી સ્પિકર મૂકી મેહેરાજ રાજને માઈક ઉપર રજૂઆત શરૂ કરી દીધી હતી. જેમાં મેડીકોસ સ્ટુડન્ટને રિએસેસમેન્ટનો અધિકાર આપવા માઇક ઉપર રજૂઆત કરવા આવ્યો હતો. એકસાથે આખી કારોબારીને પોતાની સમસ્યા સંભળાવવાની આ તરકીબથી અચરજ ફેલાઇ ગઇ હતી.

નવું@પાટણ: મિટીંગ રૂમની બારીમાં સ્પિકર મૂકી યુનિવર્સિટી ગજવી, મુશ્કેલી સાંભળવા મજબૂર કર્યા

સૂત્રોએ જણાવ્યું કે, મેડીકોસને માત્ર અંતિમ વર્ષમાં જ પુનઃમૂલ્યાંકનનો અધિકાર છે. જ્યારે અન્ય તમામને માટે કારોબારી સમિતિએ મનાઇનો પરિપત્ર કર્યો છે. આથી ભૂતપૂર્વ વિદ્યાર્થી મેહેરાજ રાજન પુનઃમૂલ્યાંકનથી વંચિત વિદ્યાર્થીઓ માટે લડત ચલાવી રહ્યો છે. જેના ભાગરૂપે કારોબારી બેઠકમાં પોતાનો અવાજ બુલંદ કરવા સ્પિકર ઉપર જ બેઠક હોલની એકદમ બાજુમાં જ મૌખિક રજૂઆત કરી દીધી હતી. આ પછી યુનિવર્સિટીના વીસી સહિતનાએ રજૂઆતકારોને બોલાવી લેખીતમાં રજૂઆત લીધી હતી.

નવું@પાટણ: મિટીંગ રૂમની બારીમાં સ્પિકર મૂકી યુનિવર્સિટી ગજવી, મુશ્કેલી સાંભળવા મજબૂર કર્યા