બનાવ@સુરેન્દ્રનગરઃ વાડીના માલિકે પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યું, લાગી આવતા મહિલાએ આત્મહત્યા કરી
file photo
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ટીંબાની સીમવાડીમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના બાદ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ હતુ.

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં પરિણીતાએ ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું હતું. મૃતક મહિલાના પરિવારજનો દ્વારા વાડી માલિક સામે દુષ્કર્મ આચર્યા બાદ પરિણીતાએ ઝેરી દવા પીતા મોત નીપજ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે વાડી માલિકને પકડીને વધુ તપાસ હાથધરી હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ટીંબાની સીમવાડીમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના બાદ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ હતુ. આ ગુનામાં વાડી માલિક સામે મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે 8 દિવસ બાદ આ ગુનાના આરોપીને વઢવાણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે મુજબ ભોગ બનનાર પત્નીને યુવરાજસિંહ અવારનવાર શરીર સંબંધ બાંધવા કહેતા અને ભોગ બનનાર પત્ની ના પાડતા હતા. આથી યુવરાજસિંહ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકાથી માર મારી શરીરે સામાન્ય ઇજાઓ કરી હતી. ત્યારબાદ પત્નીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી પત્નીને અને દિકરાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.


સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વઢવાણના ખોડુ ગામનું દંપતિ ટીંબા ગામની સીમ વાડી વિસ્તાર યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમારની વાડીએ ખેતમજૂરી કરતા હતા. ત્યારે થોડા દિવસો પહેલા વાડીમાં જ મહિલા સાથે વાડી માલિકે દુષ્કર્મ આચરતા ઝેરી દવા પીને મહિલાએ જીવન ટુંકાવ્યુ હતુ. જે અંગે મૃતકના પતિએ વઢવાણ પોલીસ મથકે મૂળ ટીંબા ગામના અને હાલ રતનપર બાયપાસ રહેતા યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પત્નીને લાગી આવતા અને જીવવા લાયક નહીં રહેતા તેમજ મરવા માટે મજબુર કરતા પોતાની જાતે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ને આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. આ બનાવમાં યુવરાજસિંહ પરમાર સામે ગુનો નોંધાતા વધુ તપાસ સુરેન્દ્રનગર મહિલા સેલના પીએસઆઈ એસ.જે.દવે એ હાથ ધરી હતી.