કોરોના@ગુજરાત: આજે 40 નવા કેસ નોંધાયા, 21 દર્દી સાજા થયા, મોત એકપણ નહીં

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 234 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 227 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
 
file photo
રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 40 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 21 દર્દી સાજા થયા છે.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં તહેવારો ટાણે લોકોને આપેલી છૂટ હવે ભારે પડી રહી હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 40 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 21 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16, 542 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 4,57,767 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તહેવારોની સિઝન છતા સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 234 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 227 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. ગુજરાતમાં આજના કોરોના વાયરસના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 14 કેસ નોધાયા છે, ત્યારબાદ અનુક્રમે વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને સુરતમાં 3-3 કેસ નોંધાયા છે. આ સિવાય જૂનાગઢ અને  વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. 

હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 17 ને રસીનો પ્રથમ જ્યારે 1096 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8364 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 113704 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષા નાગરિકો પૈકી 26824 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 307762 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 4,57,769 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 7,33,31,552 નાગરિકોનું રસીકરણ થયું છે.