નિર્ભયા કેસ: જલ્લાદે તિહાડ જેલમાં શરૂ કરી 4 દોષિતોને ફાંસી આપવાની તૈયારી

અટલ સમાચાર, ડેસ્ક નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા દોષી અક્ષયની અરજી ફગાવી દીધા બાદ તિહાડ જેલ પ્રશાસન પવન જલ્લાદની સાથે હરકતમાં આવી ગઈ છે. તિહાડ જેલ પ્રશાસન પવનની સાથે નિર્ભયાના ચારેય દોષિતોની ડમી ફાંસીની તૈયારી કરી રહી છે. થોડીવાર બાદ જ પવન જલ્લાદના હાથે ડમી ફાંસીની પ્રક્રિયા શરૂ થશે અને ચારેય
 
નિર્ભયા કેસ: જલ્લાદે તિહાડ જેલમાં શરૂ કરી 4 દોષિતોને ફાંસી આપવાની તૈયારી

અટલ સમાચાર, ડેસ્ક

નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા દોષી અક્ષયની અરજી ફગાવી દીધા બાદ તિહાડ જેલ પ્રશાસન પવન જલ્લાદની સાથે હરકતમાં આવી ગઈ છે. તિહાડ જેલ પ્રશાસન પવનની સાથે નિર્ભયાના ચારેય દોષિતોની ડમી ફાંસીની તૈયારી કરી રહી છે. થોડીવાર બાદ જ પવન જલ્લાદના હાથે ડમી ફાંસીની પ્રક્રિયા શરૂ થશે અને ચારેય ડમીને ફાંસી પર લટકાવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે, દોષી અક્ષયના વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને 3 માર્ચએ થનારી ફાંસી રોકવાની માંગ કરી હતી. અક્ષયના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે તેના તરફથી રાષ્ટ્રપતિના સમક્ષ દાખલ દયા અરજીમાં પૂરા દસ્તાવેજ નહોતા, જેના કારણે તેમની અરજી ફગાવી દીધી હતી.

એવામાં તેને ફરીથી દયા અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે અને ફાંસીના અમલ પર રોક લગાવવામાં આવે. તમામ કાયદાકિય વિકલ્પ સમાપ્ત થઈ ચૂક્યા છે – નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલાના તમામ દોષિતોના તમામ કાયદાકિય વિકલ્પ સમાપ્ત થઈ ચૂક્યા છે. એવામાં કાયદાકિય રીતે તમામ દોષિતોને 3 માર્ચે ફાંસી આપવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોની વિરુદ્ધ 3 માર્ચ માટે ડૅથ વૉરન્ટ ઇસ્યૂ કર્યું છે. ક્યૂરેટિવ પિટીશન અરજીને ફગાવી દીધી છે – બીજી તરફ, સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાનો સામનો કરી રહેલા ચાર દોષિતો પૈકીના એક પવન કુમાર ગુપ્તાની ક્યૂરેટિવ પિટીશન અરજીને ફગાવી દીધી છે. સોમવારે બંધ બારણે સુનાવણી થઈ. આ અરજીની સુનાવણી પાંચ જજોની બેન્ચે કરી જેમાં જસ્ટિસ એન.વી. રમણ, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરીમન, જસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ હતા.