ભારતે વેપારમાં સારો વ્યવહાર ન કર્યો હોવાથી હાલ કોઈ મોટી ડીલ નહિ: ટ્રમ્પ

અટલ સમાચાર,ડેસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસે આવી રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ તેઓ સીધી અમદાવાદ આવશે અને ભવ્ય રોડ શૉ યોજીને મોટેરા સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ લોકોને સંબોધિત કરશે. ‘નમસ્તે ટ્રમ્પ’ નામના આ કાર્યક્રમ માટે અમદાવાદ ઉપરાંત સમગ્ર દેશમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે
 
ભારતે વેપારમાં સારો વ્યવહાર ન કર્યો હોવાથી હાલ કોઈ મોટી ડીલ નહિ:  ટ્રમ્પ

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસે આવી રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ તેઓ સીધી અમદાવાદ આવશે અને ભવ્ય રોડ શૉ યોજીને મોટેરા સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ લોકોને સંબોધિત કરશે. ‘નમસ્તે ટ્રમ્પ’ નામના આ કાર્યક્રમ માટે અમદાવાદ ઉપરાંત સમગ્ર દેશમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફરી એકવાર નરેન્દ્ર મોદી અને તેમની મિત્રતાની વાત કરી છે પરંતુ ભારત સાથે હાલમાં ટ્રેડ ડીલ નહીં કરવાની સ્પષ્ટ વાત કહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપેલા પોતાના નિવેદનમાં ભારત-અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલની શક્યતાઓને ઇન્કાર કરી દીધો છે. તેઓએ કહ્યું કે પીએમ મોદીને તેઓ ખરેખર ખૂબ પસંદ કરે છે પરંતુ હાલ ટ્રેડ ડીલ નહીં કરી શકે અને ભવિષ્યમાં તેની પર વિચાર કરશે. નોંધનીય છે કે ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકા સાથે વેપારમાં કોઈ સારો વ્યવહાર નથી કર્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પ્રવાસથી એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે બંને દેશો વચ્ચે વ્યાપારિક સમજૂતી થશે. ન્યૂઝ એજન્સીઓ મુજબ ટ્રમ્પે કહ્યું કે અમે ભારતની સાથે ટ્રેડ ડીલ કરી શકીએ છીએ, પરંતુ મોટી સમજૂતી બાદમાં કરીશું.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, હાલમાં એ વિશે કંઈ પાકા પાયે નહીં કહી શકું કે આવી કોઈ મોટી ટ્રેડ ડીલ અમેરિકાની ચૂંટણી પહેલા થઈ શકશે કે નહીં પરંતુ ભવિષ્યમાં કોઈ નાની વ્યાપારિક સમજૂતી થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, અમે આ વખતે ભારતની સાથે વ્યાપારિક સમજૂતી નથી કરવાના, પરંતુ બાદમાં મોટી સમજૂતી થઈ શકે છે. નોંધનીય છે કે, કેલિફોર્નિયા રવાના થતાં પહેલા ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરવા આ વાત કહી.