નોબત@પાટણ: પુન:મુલ્યાંકનમાં યુનિવર્સિટીનો નિર્ણય ખોટો કરવા “માહિતી” ચેલેન્જ

અટલ સમાચાર, મહેસાણા પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા ગત દિવસોએ ઠરાવ કરી મેડિકલ અને પેરામેડિકલમાં પુન:મુલ્યાંકન બંધ કર્યુ છે. માત્ર અંતિમ સેમેસ્ટરમાં પરિક્ષાની ઉત્તરવહીઓનું રીએસેસમેન્ટ યથાવત રાખી અગાઉના સેમેસ્ટરનું અટકાવ્યુ છે. જેમાં યુનિવર્સિટીનો નિર્ણય ખોટો સાબિત કરવા વિદ્યાર્થીઓને અગાઉના પુન:મુલ્યાંકનને લઇ થયેલા સુધારા-વધારા સહિતની વિગતો માટે માહિતિ અરજી આપવાની નોબત બની છે. અટલ
 
નોબત@પાટણ: પુન:મુલ્યાંકનમાં યુનિવર્સિટીનો નિર્ણય ખોટો કરવા “માહિતી” ચેલેન્જ

અટલ સમાચાર, મહેસાણા

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા ગત દિવસોએ ઠરાવ કરી મેડિકલ અને પેરામેડિકલમાં પુન:મુલ્યાંકન બંધ કર્યુ છે. માત્ર અંતિમ સેમેસ્ટરમાં પરિક્ષાની ઉત્તરવહીઓનું રીએસેસમેન્ટ યથાવત રાખી અગાઉના સેમેસ્ટરનું અટકાવ્યુ છે. જેમાં યુનિવર્સિટીનો નિર્ણય ખોટો સાબિત કરવા વિદ્યાર્થીઓને અગાઉના પુન:મુલ્યાંકનને લઇ થયેલા સુધારા-વધારા સહિતની વિગતો માટે માહિતિ અરજી આપવાની નોબત બની છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને લઇ મોટો નિર્ણય લીધેલો છે. જેમાં અંતિમ સિવાયના તમામ સેમેસ્ટરની પરીક્ષા બાદ વિદ્યાર્થી માટે ફરીથી ઉત્તરવહી ચકાસવાની વ્યવસ્થા બંધ કરી છે. જેનાથી નારાજ થઇ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયમાં સુધારો નહિ કરતા મામલો વધુ ગરમાયો છે.

નોબત@પાટણ: પુન:મુલ્યાંકનમાં યુનિવર્સિટીનો નિર્ણય ખોટો કરવા “માહિતી” ચેલેન્જ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુનિવર્સિટીએ અગાઉ પુન:મુલ્યાંકન કરતા અનેક વિદ્યાર્થીઓના પરિણામમાં મોટો સુધારો કર્યો હતો. એટલે કે યુનિવર્સિટી પરીક્ષાના ઉત્તરવહીની ચકાસણીમાં અનેકવાર ભુલ કરી ચુકી હોવા છતાં ચોક્કસ આશયથી પુન:મુલ્યાંકન અટકાવ્યુ હોવાની આશંકા છે. જેને લઇ વિદ્યાર્થીઓએ 5 મુદ્દા સાથે યુનિવર્સિટીમાં આરટીઆઇ કરી પુન:મુલ્યાંકનને લઇ વિગતો માંગી છે. યુનિવર્સિટીના નિર્ણયને ખોટો સાબિત કરવા વિદ્યાર્થીઓને આરટીઆઇથી ચેલેન્જ આપવાની નોબત આવી છે.