ખળભળાટ@સુરેન્દ્રનગરઃ ડૉક્ટર્સ ડે ના દિવસે જ કોરોનાથી તબીબનું મોત

અટલ સમાચાર, ડેસ્ક આજે નેશનલ ડૉક્ટર્સ ડે છે કોરોના કાળમાં ડૉક્ટર્સ જે નિષ્ઠાપૂર્વક કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી છે તે હંમેશા યાદ રાખવા યોગ્ય છે. અમદાવાદમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દી અને સુરેન્દ્રનગરના જાણીતા ડૉક્ટર શૈલેષ ચાંપાનેરિયાનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. તેવામાં ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે પોતે જ કોરોનાના વાયરસનો ભોગ બનતા
 
ખળભળાટ@સુરેન્દ્રનગરઃ ડૉક્ટર્સ ડે ના દિવસે જ કોરોનાથી તબીબનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

આજે નેશનલ ડૉક્ટર્સ ડે છે કોરોના કાળમાં ડૉક્ટર્સ જે નિષ્ઠાપૂર્વક કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી છે તે હંમેશા યાદ રાખવા યોગ્ય છે. અમદાવાદમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દી અને સુરેન્દ્રનગરના જાણીતા ડૉક્ટર શૈલેષ ચાંપાનેરિયાનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. તેવામાં ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે પોતે જ કોરોનાના વાયરસનો ભોગ બનતા સુરેન્દ્રનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ વર્ષે ડૉકટર્સ ડે ઘણી રીતે મહત્ત્વનો છે કારણ કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ ડૉક્ટર્સ કોરોના મહામારીની વિરુદ્ધ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સાબિત થયા છે. તેવામાં સુરેન્દ્રનગરના ડૉક્ટર ચાંપનેરિયા કોરોના સંક્રમિત થઈને મોતને ભેટતા તબીબી આલમ સહીત નગરજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

ડૉક્ટર ચાંપાનેરિયા અમદાવાદની સીમ્સ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. સુરેન્દ્રનગરમાં કેટલાક તબીબો પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના 15 કેસ નોંધાયા હતા. આ ઘટનાના પગલે હાહાકાર મચી ગયો હતો.