ખળભળાટ@પાટણ: ફાજલની બદલી અટકાવી, કેમ્પ વગર બદલી કેમ, 2 શિક્ષિકાની ગંભીર રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં વહીવટ કામગીરી સંબંધે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી વિરુદ્ધ 2 શિક્ષિકાએ ગંભીર રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે. બદલી કેમ્પ વિના પણ ચોક્કસ શિજ્ઞકોની બદલી કરી આપી તો કેટલાક શિક્ષકો ફાજલ પડતાં બદલી થતાં ઓર્ડર અટકાવી દીધાની રજૂઆત
 
ખળભળાટ@પાટણ: ફાજલની બદલી અટકાવી, કેમ્પ વગર બદલી કેમ, 2 શિક્ષિકાની ગંભીર રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં વહીવટ કામગીરી સંબંધે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી વિરુદ્ધ 2 શિક્ષિકાએ ગંભીર રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે. બદલી કેમ્પ વિના પણ ચોક્કસ શિજ્ઞકોની બદલી કરી આપી તો કેટલાક શિક્ષકો ફાજલ પડતાં બદલી થતાં ઓર્ડર અટકાવી દીધાની રજૂઆત થઈ છે. ફાજલ શિક્ષકો વગર ભણાવ્યે છેલ્લા 5-6 મહિનાથી જૂની શાળામાં જ હોવાની લેખિત ફરિયાદ થઈ છે. સમગ્ર બાબતે તત્કાલીન ડીપીઈઓ સામે જિલ્લાની જ 2 શિક્ષિકાએ છેક નિયામકને ફરિયાદ કરતાં દોડધામ મચી છે.

ખળભળાટ@પાટણ: ફાજલની બદલી અટકાવી, કેમ્પ વગર બદલી કેમ, 2 શિક્ષિકાની ગંભીર રજૂઆત

Amazon’s hot deal

પાટણ જિલ્લામાં અગાઉ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બાબુભાઈ ચૌધરી હતા. તેઓ રિટાયર્ડ થતાં જ જાણે કથિત કૌભાંડની રજૂઆતમાં ઘોડાપુર આવ્યું છે. કેટલાક દિવસો અગાઉ શિક્ષક નરેશ રાવલે રજૂઆત કર્યા બાદ સિધ્ધપુર તાલુકાની સેદ્રાણા અને મેથાણ પ્રાથમિક શાળામાંથી ડીસેમ્બર 2020ના કેમ્પમાં વધ પડીને તાલુકા બહાર ગયેલ 2 શિક્ષિકાએ નામજોગ વિગતો દર્શાવતી ફરિયાદ કરતાં હડકંપ મચી ગયો છે. જેમાં ગત 1 ડિસેમ્બર 2020 ના રોજ થયેલ ફાજલ શિક્ષકોની બદલીમાં 3 ની બદલી અટકાવવામાં આવી હોવાનું કહ્યું છે. કુલ 3 શિક્ષિક મૂળ સિધ્ધપુર તાલુકામાંથી ફાજલ થઈ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં બદલી થયા હતા. જોકે તેમનો ઓર્ડર અટકાવી દઈ સિધ્ધપુર તાલુકામાં જ જાળવી રાખી કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે એક શિક્ષકને કેમ્પ વગર સાંતલપુર તાલુકામાંથી સિધ્ધપુર તાલુકામાં લાવી દેવામાં આવ્યા છે. જ્યારે રાધનપુર તાલુકાની એક શિક્ષિકાને સ્વ વિનંતીથી સિધ્ધપુર તાલુકામાં લાવી દેવામાં આવ્યા હોવા પાછળ ગેરરીતિ હોવાની રજૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતી કુલ 2 શિક્ષિકાએ આટલી જ નહિ પણ વધુ ગંભીર અને શંકા ઉપજાવતી રજૂઆત કરી છે. જેમાં શિક્ષક બદલીના કેમ્પમાં જે તે સ્થળ દર્શાવેલ નહિ હોવા છતાં સાંતલપુર તાલુકાની શિક્ષિકાની બદલી સિધ્ધપુર તાલુકામાં કરી આપી છે. તત્કાલીન ડીપીઈઓ ચૌધરીએ મનસ્વી રીતે કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ મૂકી અરજદાર બંને શિક્ષિકા બહેનોએ ન્યાયિક તપાસની માંગ કરી છે. આ સાથે કસૂરવાર જણાય તો કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી ખોટાં ઓર્ડર રદ્દ કરવા પણ રજૂઆત કરી છે. રજૂઆતમાં દર્શાવેલ વિગતો શિક્ષક આલમમાં ફરતી થતાં બદલી કે ઓર્ડર સાચા/ખોટાં બાબતે સમર્થન/વિરોધમાં માહોલ ગરમાયો છે.