ખળભળાટ@રાધનપુર: ફાયર સેફ્ટીની માથાકૂટમાં 4 પ્રાથમિક શાળા સીલ, બે કચેરી વચ્ચે બાળકોનું શિક્ષણ ટલ્લે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી રાધનપુર તાલુકામાં સરકારી પ્રાથમિક શિક્ષણને લગત ચોંકાવનારી કાર્યવાહી અને દોડધામ કરાવતી અસર સામે આવી છે. ફાયર સેફ્ટીના નિયમના અમલની માથાકૂટમાં 2 કચેરી વચ્ચે મોટું અંતર સર્જાયું છે. જેનાથી નગરપાલિકાએ આજે અચાનક એકસાથે 4 પ્રાથમિક શાળાને સીલ મારી દેતાં ખળભળાટ મચી ગયો છે. એકથી વધુ માળ ધરાવતી આ પ્રાથમિક શાળામાં
 
ખળભળાટ@રાધનપુર: ફાયર સેફ્ટીની માથાકૂટમાં 4 પ્રાથમિક શાળા સીલ, બે કચેરી વચ્ચે બાળકોનું શિક્ષણ ટલ્લે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાધનપુર તાલુકામાં સરકારી પ્રાથમિક શિક્ષણને લગત ચોંકાવનારી કાર્યવાહી અને દોડધામ કરાવતી અસર સામે આવી છે. ફાયર સેફ્ટીના નિયમના અમલની માથાકૂટમાં 2 કચેરી વચ્ચે મોટું અંતર સર્જાયું છે. જેનાથી નગરપાલિકાએ આજે અચાનક એકસાથે 4 પ્રાથમિક શાળાને સીલ મારી દેતાં ખળભળાટ મચી ગયો છે. એકથી વધુ માળ ધરાવતી આ પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી રાધનપુર નગરપાલિકાએ દરવાજો સીલ કરી દેતાં દોડધામ મચી ગઇ છે. આ 4 શાળા બંધ થતાં સરેરાશ 1500થી વધુ બાળકોનું શિક્ષણ ટલ્લે ચડ્યું છે. સરકારી નિયમ અને સુરક્ષાની ખાત્રી મામલે 2 કચેરીનો તાલમેલ ખોરવાઇ જતાં આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સરકારી પ્રાથમિક શિક્ષણ મેળવવા બાબતે બાળકોને વગર ગુને મોટો અવરોધ ઉભો થયો છે. સરકારી સહિતની તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી ફરજિયાત હોવા બાબતે રાધનપુર પાલિકાએ મોટી કાર્યવાહી કરી દીધી છે. એકથી વધુ માળ ધરાવતી પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટીની તપાસ કરતાં ગેરહાજર માલૂમ પડી હતી. આથી પાલિકાએ રાધનપુર શહેરની દૂધસાગર પ્રાથમિક શાળા, આંબેડકર પ્રાથમિક શાળા, જૈનસંઘ પ્રાથમિક શાળા અને બા.લ પરીખ પ્રાથમિક શાળાને સીલ કરી દીધી છે. આ ચારેય પ્રાથમિક શાળાને ફાયર સેફ્ટીના અભાવવાળી નોંધ કરી બંધ કરી દીધી છે. જેનાથી સરેરાશ 1500થી વધુ બાળકોનું શિક્ષણ અધ્ધરતાલ થયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ 4 સરકારી પ્રાથમિક શાળા ત્રણ માળનું બિલ્ડિંગ ધરાવે છે. જેમાં રાધનપુર પાલિકાના ફાયર સેફ્ટી ઓફિસર વિક્રમ ભોજકે કહ્યું હતું કે, હાઇકોર્ટના આદેશથી 9 મીટરથી વધુ ઉંચાઇ હોય ત્યાં ફાયર સેફ્ટી ફરજિયાત છે. આથી આ 4 શાળાને અગાઉ નોટિસ ફટકારી જાણ કરી હતી. આ સાથે પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આમ છતાં ફાયર સેફ્ટીની કામગીરી નહિ કરવામાં આવતાં આ કાર્યવાહી થઈ છે. પાલિકાની કાર્યવાહીને પગલે 4 શાળાના કુલ મળીને સરેરાશ 1500થી વધુ બાળકોને આવતીકાલથી ભણતર અટકી ગયું છે.

ગ્રાન્ટના અભાવે શાળા સીલ તો બાળકોનો શું ગુનો ??

એક તરફ બાળકોનાં સુરક્ષા બાબતે હાઇકોર્ટ મક્કમ છે ત્યારે સરકાર પણ સુરક્ષા સાથે ભણતર આપવા તૈયાર છે. જોકે તેના પાલન માટે ફાયર સેફ્ટીની સગવડ કરવા નાણાંની જરૂર પડે છે. એક શાળાને સરેરાશ એક લાખથી વધુનો ખર્ચ આવે તેમ છે. આ ખર્ચ મેળવવા શાળા દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીએ જિલ્લા કચેરીને ગ્રાન્ટ માટે જાણ કરી છે. જોકે સરકારમાંથી હજુ સુધી ફાયર સેફ્ટીની ગ્રાન્ટ નહિ આવતાં રાધનપુર પાલિકાએ આ 4 પ્રાથમિક શાળાને અચાનક સીલ કરી છે.