ખળભળાટઃ ગૃહ મંત્રાલયમાં તૈનાત CRPFના બે જવાન કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસનો ચેપ ખતરનાક રીતે વધી રહ્યો છે. ડ્યૂટી પર તૈનાત કોરોના વોરિયર્સ પણ ખુબ ઝડપથી તેની ઝપેટમાં આવી રહ્યાં છે. હવે એવા અહેવાલો છે કે ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં તૈનાત બે સીઆરપીએફના જવાનોમાં કોરોનાનો ચેપ હોવાની પુષ્ટિ થઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સીઆરપીએફની 55મી અને 243મી
 
ખળભળાટઃ ગૃહ મંત્રાલયમાં તૈનાત CRPFના બે જવાન કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો ચેપ ખતરનાક રીતે વધી રહ્યો છે. ડ્યૂટી પર તૈનાત કોરોના વોરિયર્સ પણ ખુબ ઝડપથી તેની ઝપેટમાં આવી રહ્યાં છે. હવે એવા અહેવાલો છે કે ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં તૈનાત બે સીઆરપીએફના જવાનોમાં કોરોનાનો ચેપ હોવાની પુષ્ટિ થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સીઆરપીએફની 55મી અને 243મી બટાલિયનના જવાનો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ મામલો સામે આવતા જ કંટ્રોલ રૂમ નંબર એકને બંધ કરી દેવાયો છે. હવે કંટ્રોલ રૂમને સેનેટાઈઝ કરવામાં આવશે. આ ઉપરાંત જવાનોના સંપર્કમાં આવેલા લોકોની સતત ભાળ મેળવવામાં આવી રહી છે. ભાળ મળતા જ તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવશે.