ઉત્તર ગુજરાત: હવામાનમાં મોટી ઉથલપાથલ, કમોસમી વરસાદથી દોડધામ

અટલ સમાચાર, મહેસાણા હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કર્યા બાદ આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા જીલ્લાના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ઉનાળાની શરૂઆત વચ્ચે અચાનક પાલનપુર, સુઇગામ અને ઉંઝામાં બપોરના સમયે ધીમીધારે વરસાદ શરૂ થતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. આ સાથે મહેસાણા અને પાટણમાં વાદળછાયું
 
ઉત્તર ગુજરાત: હવામાનમાં મોટી ઉથલપાથલ, કમોસમી વરસાદથી દોડધામ

અટલ સમાચાર, મહેસાણા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કર્યા બાદ આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા જીલ્લાના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ઉનાળાની શરૂઆત વચ્ચે અચાનક પાલનપુર, સુઇગામ અને ઉંઝામાં બપોરના સમયે ધીમીધારે વરસાદ શરૂ થતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. આ સાથે મહેસાણા અને પાટણમાં વાદળછાયું વાતાવરણથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાત: હવામાનમાં મોટી ઉથલપાથલ, કમોસમી વરસાદથી દોડધામ

ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં કમોસમી વરસાદથી ચોંકાવનારી પરિસ્થિતિ ઉભી થઇ છે. બપોરના સમયે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર અને સુઇગામ પંથકમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતો મુંઝાયા છે. તો મહેસાણા જીલ્લાના ઉંઝામાં પણ હવામાને કરવટ બદલતાં કમોસમી વાવઠું પડ્યુ હોઇ ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કમોસમી વાવઠું બપોરે શરૂ થતાં ખેડૂતવર્ગ અને ગંજબજારમાં મુકેલ જથ્થાના માલિકોમાં દોડધામ મચી હતી.

ઉત્તર ગુજરાત: હવામાનમાં મોટી ઉથલપાથલ, કમોસમી વરસાદથી દોડધામ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હજી તો ઉનાળો શરૂ થયો ને અચાનક પાલનપુર, સુઇગામ અને ઉંઝામાં ધીમીધારે વરસાદ શરૂ થતાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ રહીશોને થઇ રહ્યો છે. વરસાદની સ્થિતિને લઇ પાકોમાં નુકશાની થવાની સંભાવના બની છે. વરસાદની સ્થિતિ સામે ઉભાપાક ઉપર સંભવિત અસર ખેડૂતોને મુંઝવી રહી છે.