ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ કોરોનાના કહેર વચ્ચે આજે ફરી ઉત્તર ગુજરાતના બેચરાજી, સમી, શંખેશ્વર, ચાણસ્મા, રાધનપુર સહીતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. આ સાથે પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ આવ્યો હતો. વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશી છવાઇ હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ઉત્તર ગુજરાતના પાંચેય
 
ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

કોરોનાના કહેર વચ્ચે આજે ફરી ઉત્તર ગુજરાતના બેચરાજી, સમી, શંખેશ્વર, ચાણસ્મા, રાધનપુર સહીતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. આ સાથે પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ આવ્યો હતો. વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશી છવાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

ઉત્તર ગુજરાતના પાંચેય જીલ્લામાં આજે બપોરબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક શહેરો અને ગ્રામ્ય પંથકમાં વરસાદ આવ્યો હતો. જેમાં પાટણના સમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને ચાણસ્મામાં વરસાદ આવ્યો છે.

ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

આ સાથે મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ આવતા પાણી ભરાયા હતા.

ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

ઉત્તર ગુજરાતના શહેરોમાં આખા દિવસના ઉકાળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની શરૂઆત થઇ હતી.

ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

જેનાથી ગરમીમાં બફાઈ રહેલા લોકોને વરસાદી ઝાપટાથી રાહત અનુભવાઇ હતી. કોરોના મહામારી વચ્ચે વરસાદના શ્રી ગણેશ થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

પાટણ જીલ્લામાં વરસાદી માહોલ

ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

આજે બપોરના સમયે સમી તાલુકાના કાઠી, પાલિપુર, તારોરા, ગુજરવાડા, જલાલાબાદ, રવદ, હારીજ તાલુકાના ગોવના, જમણપુર, જશોમાવ, અરીઠા, શંખેશ્વર તાલુકાના રૂની, બોલેરા, દાંતીસણા, ધનોરા, પંચાસર, ચાણસ્મા શહેર અને તાલુકાના પીંપળ, ઝીલીયા, રામપુરા, સરસાવઅને રાધનપુર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. આ તરફ સિધ્ધપુર પંથકમાં પણ વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ.

ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે

મહેસાણા જીલ્લામાં પણ વરસ્યો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ગ્રામ્યો વિસ્તારો સહિત સાંપાવાડા ગામમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સાંજે પાંચ વાગ્યાના સુમારે ભારે પવન બાદ ધોધમાર વરસાદ તુટી પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાત: ઘટાઘોમ વાદળો વચ્ચે અનેક સ્થળે વરસાદ, હવે ચોમાસું જામશે